ગોત્રીના હેરસલૂનમાં હેર ડ્રેસિંગ કરાવનાર મહિલાના રિફંડના મુદ્દે તકરાર થતાં મારામારી,સામસામે ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રી વિસ્તારમાં ઓશિયા મોલ પાસે આવેલા ગ્લાઇટલ હેર સલૂનમાં હેર ડ્રેસિંગના રિફંડના મુદ્દે થયેલી તકરાર બાદ મારામારીનો બનાવ બનતાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ છે.
હેર સલૂનની સંચાલિકા અમૃતા સિંઘે પોલીસને કહ્યું છે કે,મારે ત્યાં હરણીરોડના ભાવનાબેને રૃ.૩૫૦૦માં હેર ડ્રેસિંગ કરાવ્યું હતું.ત્યાર પછી પાંચ દિવસ બાદ સંતોષકારક કામ નહિ થયું હોવાનું કહેતાં મેં ફરીથી ફ્રી માં કામ કરી આપ્યું હતું.આ પછી પણ દસ દિવસ પછી તેમની પુત્રી હેલી, ક્રિષ્ણા,હર્ષ અને જય આવ્યા હતા અને રિફંડ માગી ઝઘડો કર્યો હતો.યશ કોમ્પ્લેક્સ નજીક તેમનું સ્કૂટર સ્લીપ થઇ ગયું હતું અને મને માર માર્યો હતો.
સામે પક્ષે હેલી અવતાનીએ પોલીસને કહ્યું છે કે,મારી માતાના હેરની ટ્રીટમેન્ટ યોગ્ય રીતે નહિ થઇ હોવાથી ફરી કરાવી હતી.ત્યારપછી પણ સંતોષ નહિ થતાં રિફંડ માગ્યું હતું.અમૃતા સિંઘ ફોન ઉપાડતા નહતા અને બીજા નંબર પરથી ફોન કરું તો ઉપાડતા હતા.હું રિફંડ માગવા ગઇ ત્યારે પણ મને ધમકાવી હતી.મેં વીડિયો ઉતારીને વાયરલ કરવાની વાત પણ કરી હતી.બૂમરાણ થતાં અમે નીકળી ગયા હતા.આ વખતે યશ કોમ્પ્લેક્સ નજીક બે જણાએ હર્ષ અને જય પર હુમલો કરી મને ધમકી આપી હતી.જેથી પોલીસે અમૃતા,એક મહિલા અને બે પુરૃષ સામે ગુનો નોંધ્યો છે.




