ગોરવામાં ઇદના દિવસે ડી.જે.ના મુદ્દે થયેલી તકરારની અદાવતે ફરીથી ઝઘડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઇદના દિવસે ડી.જે.ના મુદ્દે થયેલી તકરારની અદાવતે ગઇકાલે રાત્રે પોણા આઠ વાગ્યે બે યુવકોએ તલવાર અને ચપ્પુ લઇ ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ છે.
ગોરવા કરોડિયારોડ બિસ્મીલ્લા પાર્કમાં રહેતા સઇદ અજબસિંહ રાજે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૬ મી એ ઇદે મિલાદનો તહેવાર હોઇ અમારા ગુ્રપે એક ડી.જે. મગાવ્યું હતું. ડી.જે.લઇને અમે ગોરવા ગોરખનાથ મંદિરથી બજાણીયાવાસ પસાર થતા હતા. તે સમયે બજાણીયાવાસ ગુ્રપના લોકોએ પણ ડી.જે.ઊભું રાખ્યું હતું. બંને ગુ્રપના છોકરાઓ ડી.જે. પર ચઢીને એકબીજા સામે ઇશારા કરતા હતા.તે દરમિયાન બજાણીયાવાસના તાહિર સલીમભાઇ રાણાએ મનેગાળો બોલી ઝઘડો કર્યો હતો. ગઇકાલે હું મારી સાસરી ગરાસીયા મહોલ્લાથી મોપેડ લઇને નીકળતો હતો. તે દરમિયાન તાહિરે હાથમાં તલવાર લઇ મને ઊભો રાખી ઝઘડો કર્યો હતો.
જ્યારે સામા પક્ષે તાહિર રાણાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ઇદના દિવસે થયેલા ઝઘડાની અદાવત રાખી ગઇકાલે સઇદે હાથમાં ચપ્પુ લઇન આવી મને ગાળો બોલી મારવાની ધમકી આપી હતી.




