Baroda

apk ફાઇલ આવ્યાના ત્રણ મહિને બેન્કમાંથી રૃ.3.89 લાખ ઉપડી ગયા..1700નું રિફંડ લેવા જતાં 64હજાર ગુમાવ્યા

By GS Team
15 Oct 20262 mins read
TukuTouch Logo
ગોરવા વિસ્તારમાં સંગીતાબેન તંબાળીના મોબાઈલમાં APK ફાઈલ આવ્યાના ત્રણ મહિના પછી, તેમના બેંક ખાતામાંથી 3.89 લાખ રૂપિયા ઉપડી ગયા. 14મી જુલાઈએ 'ફાસ્ટટેગ સર્વિસ APK' નામની ફાઈલ આવી હતી, જેનાથી મોબાઈલ હેક થયો હતો. આ અંગે સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ છે. અન્ય એક બનાવમાં, હરણી રોડ પર રહેતા ચિરાગ સુરાએ 2700 રૂપિયાના રિફંડ માટે બોગસ કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરતાં 64011 રૂપિયા ગુમાવ્યા હતા. પોલીસે બંને ગુના નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

apk ફાઇલ આવ્યાના ત્રણ મહિને બેન્કમાંથી રૃ.3.89 લાખ ઉપડી ગયા..1700નું રિફંડ લેવા જતાં 64હજાર ગુમાવ્યા

ગોરવા વિસ્તારની એક મહિલાના મોબાઇલમાં એપીકે ફાઇલ આવ્યાના ત્રણ મહિના પછી બેન્કમાંથી રૃ.૩.૮૯ લાખની રકમ ઉપડી ગઇ હોવાનો કિસ્સો બન્યો છે.
જય શ્રી ગાયત્રી નગર સોસાયટીમાં રહેતા સંગીતાબેન તંબાળીએ પોલીસને કહ્યું છે કે,બે દિવસ પહેલાં તા.૧૨મીએ બપોરે હું મારા બેન્ક એકાઉન્ટનું બેલેન્સ ચેક કરતી હતી ત્યારે બેલેન્સ દેખાતું નહિ હોવાથી મને શંકા થઇ હતી.
મેં કેનેરા બેન્કની ગોરવા બ્રાન્ચમાં જઇને તપાસ કરતાં મારા ખાતામાંથી તા.૧૨મીએ ત્રણ ટ્રાન્ઝેક્શન થયેલા જણાયા હતા,જે મેં કર્યા નહતા.આ અંગે સાયબર સેલમાં જાણ કરતાં મારો મોબાઇલ હેક થયો હોવાનું જણાઇ આવ્યું હતું અને તા.૧૪મી જુલાઇએ મારા મોબાઇલમાં ફાસ્ટટેગ સર્વિસ એપીકે નામની ફાઇલ આવી હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.
રૃ.૨૭૦૦ના રિફંડ માટે બોગસ કસ્ટમર કેર નંબર મળતાં રૃ.૬૪૦૧૧ ગુમાવ્યા
હરણીરોડ પર પુષ્ટિધામ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ચિરાગ રમેશચંદ્ર સુરાએ પોલીસને કહ્યું છે કે, ગઇ તા.૪થીએ હું નિઝામપુરાની બેન્ક ઓફ બરોડાની શાખામાં પાસબુકમાં એન્ટ્રી પડાવવા ગયો હતો ત્યાર રૃ.૨૭૦૦ની એન્ટ્રી બાબતે શંકા ગઇ હતી.ફોન પે ની હિસ્ટ્રીમાં આવી કોઇ એન્ટ્રી નહિ હોવાથી મેં રિફંડ લેવા માટે યુપીઆઇનો કસ્ટમર કેરનો નંબર મેળવ્યો હતો.આ નંબર પર વાત કરતાં મને પ્લે સ્ટોરમાં જઇને હેલ્પ ડેસ્ક હોસ્ટ એપ ડાઉનલોડ કરાવી સ્ક્રીન શેર કરાવ્યો હતો.ત્યારબાદ કોડ નાંખીને બે વાર પિન એન્ટર કરાવ્યો હતો.ઠગોએ તમારું એકાઉન્ટ બીજી પણ બેન્ક સાથે કનેક્ટ છે તેમ કહેતાં શંકા થઇ હતી અને તરત જ ફોન બંધ કરી દીધો હતો.થોડી વાર બાદ તપાસ કરતાં મારા ખાતામાંથી બે ટ્રાન્ઝેક્શન કરીને ઠગોઇ રૃ.૬૪૦૧૧ ઉપાડી લીધા હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી હરણી પોલીસે ગુનો નોંધ્યો છે.