Baroda
બાજવામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં ચાની લારીનો કુર્દો બોલાઈ ગયો, કોઈએ અટકચાળું કર્યાની આશંકા
By GS Team
31 Oct 20261 min read
વડોદરાના બાજવા કરોડિયા રોડ પર રાજસ્થાન સોસાયટી નજીક આજે મળસ્કે 3:30 થી 4 વાગ્યાના અરસામાં ચાની લારીમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ શ્રમજીવી પરિવારની રોજીરોટી છીનવાઈ ગઈ. ઘટનાથી લોકોમાં ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી. જવાહરનગર પોલીસે તપાસ શરૂ કરી છે અને એક શકમંદ યુવક પણ નજરે પડ્યો છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાના બાજુ આ વિસ્તારમાં આજે મળસ્કે ચાની લારીમાં સિલિન્ડર બ્લાસ્ટ કેબિનનો કુર્દો બોલાઈ ગયો હતો. બાજવા કરોડિયા રોડ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સોસાયટી નજીક ચાનું કાચું કેબીન ચલાવીને એક શ્રમજીવી પરિવાર ગુજરાન ચલાવતું હતું. આજે મળસ્કે 3:30 થી 4 ના ગાળામાં અચાનક કેબિનમાં ધડાકો થયો હતો અને આખું કેબિન નાશ પામ્યું હતું.
બનાવને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરાતા સ્થિતિ કાબુમાં લેવામાં આવી હતી.જવાહર નગર પોલીસ પણ આવી ગઈ હતી અને સંદિગ્ધ બનાવ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસને એક શકમંદ યુવક પણ નજરે પડ્યો હોવાની વિગતો જાણવા મળી છે.