Baroda

MSUમાં 17 કરોડના ખર્ચે ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક બનાવાશે, સરકારે પ્રોજેકટને લીલી ઝંડી આપી

By GS Team
5 Nov 20262 mins read
TukuTouch Logo
વડોદરા: એમ.એસ. યુનિવર્સિટીમાં 17 કરોડના ખર્ચે ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક બનશે. રાજ્ય સરકારે આ પ્રસ્તાવને મંજૂર કરી સંપૂર્ણ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. રાજ્યની ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાંથી એક માત્ર એમ.એસ. યુનિવર્સિટીની પસંદગી કરાઈ છે. આ પાર્કનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને, ખાસ કરીને વિદ્યાર્થીઓને ક્લાઈમેટ ચેન્જની અસરો અને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. અહીં વર્ચ્યુઅલ રિયાલિટી અને 3D ટેકનોલોજીનો ઉપયોગ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

MSUમાં 17 કરોડના ખર્ચે ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક બનાવાશે, સરકારે પ્રોજેકટને લીલી ઝંડી આપી

Vadodara: એમ.એસ.યુનિવર્સિટીમાં 17 કરોડના ખર્ચે ક્લાઈમેટ ચેન્જ થીમ પાર્ક બનાવવાના પ્રસ્તાવને રાજ્ય સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગે મંજૂર કર્યો છે અને આ માટેની તમામ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે.

યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.ભણગે અને રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, રાજ્યમાં તમામ ગ્રાન્ટેડ યુનિવર્સિટીઓમાંથી પ્રસ્તાવો મંગાવવામાં આવ્યા હતા અને એક માત્ર એમ.એસ.યુનિવર્સિટીની આ માટે પસંદગી કરવામાં આવી છે. થીમ પાર્ક માટે યુનિવર્સિટી દ્વારા જમીન ફાળવવામાં આવશે. થીમ પાર્ક થકી લોકોને ક્લાઈમેટ ચેન્જના કારણે કયા પ્રકારના બદલાવ આવી રહ્યા છે તેની જાણકારી આપવામાં આવશે. થીમ પાર્કનો ઉદ્દેશ લોકોમાં અને ખાસ કરીને સ્કૂલના વિદ્યાર્થીઓમાં ક્લાઈમેટ ચેન્જના બદલાવ અંગે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ બનાવવાનો છે. યુનિ.દ્વારા અલગ અલગ વિભાગોના અધ્યાપકોની સલાહ અને મદદથી તૈયાર કરાયેલા પ્રસ્તાવ પ્રમાણે થીમ પાર્કમાં વર્ચ્યુઅલ રિયાલિટી, થ્રીડી ટેકનોલોજી અને એઆઈ સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેના થકી ક્લાઈમેટ ચેન્જની ભૂતકાળની અને વર્તમાનની તથા ભવિષ્યમાં થનારી અસરોને દર્શાવવામાં આવશે. થીમ પાર્કનું એક પ્રેઝન્ટેશન પણ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું.

-થીમ પાર્કમાં મુલાકાતીઓને શું દર્શાવાશે
-ક્લાઈમેટ ચેન્જથી ધરતી પરના તાપમાનમાં થઈ રહેલા ફેરફારો
-જળચર સૃષ્ટિ પર અસર
-કરોડો વર્ષ પહેલા ક્લાઈમેટ ચેન્જના કારણે નામશેષ થઈ ગયેલી પ્રજાતિઓ
-હવામાનમાં ફેરફારથી ખેતી પર થઈ રહેલા બદલાવ
-પ્લાસ્ટિક યુઝ અને તેનાથી ફેલાતા પ્રદૂષણ અને તેનો રીયુઝ
-કાર્બન ફૂટપ્રિન્ટ શું છે
-ક્લાઈમેટ ચેન્જ આધારિત અલગ અલગ પ્રકારની ગેમ્સ
-લોકોમાં જાગૃતિ ના આવે ત્યાં સુધી સંશોધનોનો કોઈ અર્થ નથી

યુનિવર્સિટીના ક્લાઈમેટ ચેન્જ વિભાગના ડાયરેકટર તથા ગર્વમેન્ટની એડવાઈઝરી પેનલના સભ્ય ડો.સંસ્કૃતિ મઝુમદારનું કહેવું છે કે, ક્લાઈમેટ ચેન્જ માટે થતા સંશોધનો શૈક્ષણિક સંસ્થાઓ પૂરતા જ સિમિત રહેવાથી તેનો અર્થ સરતો નથી. તેને સમાજ સુધી લઈ જવા જરુરી છે અને તો જ લોકોમાં પર્યાવરણ અંગે સમજ કેળવાશે. આ બાબતને ધ્યાનમાં રાખીને થીમ પાર્ક બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ થીમ પાર્કમાં લોકોને ટેકનોલોજી થકી વાતાવરણમાં આવી રહેલા બદલાવનો અનુભવ પણ કરાવાશે.