ઘર આંગણે રમતા બાળકનું કારની ટક્કરે મોત થયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઘર પાસે રમતા ૩ વર્ષના બાળકને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા થતા મોત થયું છે. બાપોદ પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વી.આઇ.પી. રોડ શાનેન સ્કૂલ પાસે શિલ્પ ગ્રીન ફ્લેટમાં રહેતા મનોજભાઇ વિનોદભાઇ સોલંકી કારેલીબાગની એક ઓફિસમાં નોકરી કરે છે. ગઇકાલે રાત્રે સાડા નવ વાગ્યે તેઓ ૩ વર્ષના પુત્ર જોય સાથે ફ્લેટના ગેટ પાસે બેઠા હતા. તેમનો પુત્ર ગેટ પાસે રમતો હતો. તે દરમિયાન આ ફ્લેટમાં જ રહેતા વિપુલ ચુનીલાલભાઇ માછી તેની કાર લઇને આવ્યો હતો. ફ્લેટના કંપાઉન્ડમાં કાર લઇને જતા સમયે તેણે જોયને ટક્કર મારી હતી. જોયને માથામાં તથા કાન પર ગંભીર ઇજા થઇ હતી. બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો.




