Baroda

એલવીપી હોટલના કર્મી સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના કલાલીના ગૌરવ મણિયારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. લક્ષ્મી વિલાસ પેલેસની હોટલમાં કેપ્ટન પુલક મદની મૈતીએ 24 થી 29 જુલાઈ, 2023 દરમિયાન ગ્રાહકો પાસેથી ₹54,142 રોકડા લઈને કંપનીના ખાતામાં જમા ન કરાવી ઠગાઈ આચરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એલવીપી હોટલના કર્મી સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો

કલાલી વિસ્તારમાં રહેતા ગૌરવ મણિયાર(૪૩) ખાનગી કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. એમની કંપની લક્ષ્મી વિલાસ પેલેસમાં ગાયકવાડ એન્ટરપ્રાઈઝ કંપની હસ્તકની  હોટલ(એલવીપી, બેન્ક્વેટ એન્ડ કન્વેન્શન્સ)માં કોન્ટ્રાક્ટ હેઠળ મેનપાવર પૂરો પાડે છે.

ગૌરવે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં કહ્યું કે વર્ષ ૨૦૨૩માં પુલક મદની મૈતી (રહે.માર્કેટ ચાર રસ્તા /મૂળ રહે. પશ્વિમ બંગાળ)ને આ હોટલમાં કેપ્ટનની કામગીરી સોંપી હતી. તેને બિલિંગ વિભાગમાં ગ્રાહકો પાસેથી રોકડ લેવાની કામગીરી પણ સોંપાઈ હતી. આ દરમિયાન ધ્યાને આવ્યું હતું કે તા.૨૬-૭-૨૬ના રોજ કુલ ૧૦૪ ગ્રાહકો હોટલમાં જમવા માટે આવ્યા હતા અને બિલ માત્ર ૮૭ ગ્રાહકોના જ હતા.

સીસીટીવી ચેક કરતા ૧૦૪ ગ્રાહકો જમવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું. તા.૨૪થી ૨૯ જુલાઈ દરમિયાન પુલકે બિલો નહીં આપી અથવા ગ્રાહકો પાસેથી કુલ રૃા.૫૪,૧૪૨ રકમ લઈ કંપનીના ખાતામાં જમા નહીં કરાવી કંપની નુકસાન પહોંચાડી ઠગાઈ આચરી છે. ફરિયાદના આધારે રાવપુરા પોલીસે પુલક મૈતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.