Baroda

કારેલીબાગમાં ચાલવા નીકળેલા દંપતી પૈકી પતિનો દોઢ તોલાનો અછોડો લૂંટી બાઇકસવાર ફરાર

By GS Team
3 Oct 20261 min read
TukuTouch Logo
કારેલીબાગમાં રાત્રે વોક પર નીકળેલા કેમિકલના વેપારી મિલિન્દ વડનેરકરનો તેની પત્નીની હાજરીમાં દોઢ તોલાનો સોનાનો અછોડો બાઈક પર આવેલા 2 ગઠિયા લૂંટી ફરાર થઈ ગયા. ચંદ્રાવલી સોસાયટી પાસે પોણા નવેક વાગ્યે બનેલી આ ઘટનામાં, ગઠિયાએ મોંઢે રૂમાલ બાંધ્યો હતો. કારેલીબાગ પોલીસે ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કારેલીબાગમાં ચાલવા નીકળેલા દંપતી પૈકી પતિનો દોઢ તોલાનો અછોડો લૂંટી બાઇકસવાર ફરાર

કારેલાબીગમાં રાત્રે ચાલવા નીકળેલા એક વેપારીનો તેની પત્નીની હાજરીમાં જ દોઢ તોલાનો અછોડો લૂંટી ગઠિયા ફરાર થઇ ગયા હતા.

કારેલીબાગની આશુતોષ સોસાયટીમાં રહેતા અને કેમિકલના વેપાર સાથે સંકળાયેલા મિલિન્દ વડનેરકરે પોીલસને કહ્યું છેકે ગઇરાત્રે હું મારી પત્ની સાથે વોક માટે નીકળ્યો હતો ત્યારે ચંદ્રાવલી સોસાયટી પાસે પોણા નવેક વાગ્યે બાઇક પર બે ગઠિયા આવ્યા હતા.
આ પૈકી પાછળ બેઠેલા અછોડા તોડે મારા ગળામાંથી અછોડો લૂંટી લીધો હતો.તેણે મોંઢે રૃમાલ બાંધ્યો હોવાથી ઓળખાઇ શક્યો નહતો.કારેલીબાગ પોલીસે બનાવ અંગે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.