Baroda

સોફ્ટવેર અપડેટ કરવાના મેસેજ પર ક્લિક કરતા જ 75 હજાર રૂપિયા ટ્રાન્સફર : મોબાઈલ હેક કરી સાયબર ગઠિયાએ ચૂનો લગાવ્યો

By GS Team
13 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં સોફ્ટવેર અપડેટના નામે 75,000 રૂપિયાની છેતરપિંડી થઈ છે. છાણી સિતારામ સુપર માર્કેટ પાસે DTDC કુરિયર એજન્સી ચલાવતા મહેશભાઈ ચૌધરીના મોબાઈલમાં 3 ઓક્ટોબર, 2026ના રોજ 'Software Update'ની નોટિફિકેશન આવી હતી. તેના પર ક્લિક કરતા જ ફોન હેક થયો અને કોટક મહિન્દ્રા બેંકના ખાતામાંથી 75,000 રૂપિયા કપાઈ ગયા. વારસિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોફ્ટવેર અપડેટ કરવાના મેસેજ પર ક્લિક કરતા જ 75 હજાર રૂપિયા ટ્રાન્સફર : મોબાઈલ હેક કરી સાયબર ગઠિયાએ ચૂનો લગાવ્યો

Vadodara Fraud Case : વડોદરાના ન્યુ વી.આઇ.પી. રોડ પર આવેલી દેવરાજ સોસાયટીમાં રહેતા મહેશભાઈ બાબુભાઈ ચૌધરી છેલ્લા 15 વર્ષથી છાણી સિતારામ સુપર માર્કેટ ખાતે 'રૂચી એન્ટરપ્રાઇઝ' નામે DTDC કુરિયરની એજન્સી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈ તારીખ 03/10/2026ના રોજ બપોરે આશરે બે વાગ્યે હું મારા ઘરે હાજર હતો, ત્યારે મારા મોબાઈલ સ્ક્રીન પર 'Software Update'ની નોટિફિકેશન આવી હતી. મેં તેના પર કલિક કરતાં જ મારો ફોન ઓટો-અપડેટ થવા લાગ્યો અને થોડી જ વારમાં મારો મોબાઈલ હેક થઈ ગયો. ફોનની સ્ક્રીન પર કંઈ દેખાતું ન હોવાથી, મેં તરત જ સિમકાર્ડ કાઢીને બીજા ફોનમાં નાખ્યું.
સિમકાર્ડ બીજા ફોનમાં મૂકતા મારા કોટક મહિન્દ્રા બેંકના એકાઉન્ટમાંથી રૂ.75,000 કપાત થયાનો ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. મેં એવું કોઈ જ ટ્રાન્ઝેક્શન કર્યું નહતું.