Baroda

વડોદરાના 6 સ્પર્ધકોએ કઠીન ગણાતી લદ્દાખની ખાર્દુંગલા ચેલન્જ સફળતાપૂર્વક પૂરી કરી

By GS Team
18 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના 6 દોડવીરોએ લદ્દાખની 72 કિલોમીટરની ખાર્દુંગલા ચેલેન્જ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. દરિયાની સપાટીથી 13000 થી 17500 ફૂટની ઊંચાઈ પર યોજાતી આ અતિ કઠિન રેસમાં રાજેન્દ્ર પાજી 55+ વય કેટેગરીમાં ફર્સ્ટ રનર અપ બન્યા. ઓક્સિજનની અછત વચ્ચે 14 કલાકમાં રેસ પૂરી કરી, અન્ય દોડવીરોએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના 6 સ્પર્ધકોએ કઠીન ગણાતી લદ્દાખની ખાર્દુંગલા ચેલન્જ સફળતાપૂર્વક પૂરી કરી

ભારતની સૌથી પડકારજનક રેસમાં સ્થાન પામતી લદ્દાખની ખાર્દુંગલા ચેલેન્જને વડોદરાના ૬ દોડવીરોએ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.આ પૈકી એક એથ્લેટે ૫૫ વર્ષ કે તેથી વધારે વયની કેટેગરીમાં ફર્સ્ટ રનર અપનો ખિતાબ પણ હાંસલ કર્યો છે.
ખાર્દુંગલા રેસ સૌથી આકરી રેસ એટલા માટે ગણાય છે કે, લદ્દાખના ખાર્દુંગ ગામથી આ રેસની શરુઆત થાય છે.આ ગામ દરિયાની સપાટીથી ૧૩૦૦૦ ફૂટ પર આવેલું છે.૭૨ કિલોમીટરની આ રેસનો રુટ મહત્તમ ૧૭૫૦૦ ફૂટની ઉંચાઈ સુધી પહોંચે છે અને ત્યાંથી લેહ તરફ ઉતરાણ કરે છે.લદ્દાખ ફરવા જતા ઘણા લોકોને પાતળી હવાના કારણે ઓક્સિજન સિલિન્ડરની મદદ લેવી પડે છે ત્યારે આ રેસમાં સ્પર્ધકોએ ૭૨ કિલોમીટર દોડવાનું હોય છે અને ૧૪ કલાકમાં રેસ પૂરી કરવાની હોય છે.
રેસમાં માત્ર ૩૦૦ જ એથ્લેટને ભાગ લેવાની તક મળે છે.આ વખતે ૧૧ સપ્ટેમ્બરે યોજાયેલી રેસ અડધા જ સ્પર્ધકો પૂરી કરી શક્યા હતા.જેમાં વડોદરાના ૬ દોડવીરોનો સમાવેશ થતો હતો.જેમાં રાજેન્દ્ર પાજી( ૧૦-૨૦ કલાક) ફર્સ્ટ રનર અપ રહ્યા હતા.જ્યારે અન્ય કેટેગરીમાં અજય કુમાર સિંહે( ૯-૨૮ કલાક), પ્રજ્ઞોશ પટેલે(૧૧-૧૭ કલાક), રવિન્દ્ર સાહુએ(૧૨-૫૯ કલાક), પૂજા ગાયકવાડે( ૧૩-૪૩ કલાક)સની દાદે (૧૩-૪૩) કલાકમાં રેસ પૂરી કરી હતી.