Baroda

વડોદરામાંથી 52300 રાખડીઓ મોકલાઈ, પોસ્ટ વિભાગને 48 લાખની આવક

By GS Team
27 Aug 20261 min read
TukuTouch Logo
રક્ષાબંધન પર્વ નિમિત્તે વડોદરા પોસ્ટ વિભાગે દેશ-વિદેશમાં 52300 રાખડીઓ મોકલી છે, જેનાથી 48 લાખ રૂપિયાની આવક થઈ છે. બહેનોએ રાખડી મોકલવા માટે વિશેષ એન્વેલોપ, આઈટીપીએસ, ઓર્ડિનરી અને સ્પીડ પોસ્ટનો ઉપયોગ કર્યો હતો. છેલ્લા એક મહિનામાં 4332 આંતરરાષ્ટ્રીય પાર્સલ પણ વિદેશ મોકલાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાંથી 52300 રાખડીઓ મોકલાઈ, પોસ્ટ વિભાગને 48 લાખની આવક

રક્ષાબંધન પર્વ નિમિત્તે બહારગામ જનારાઓ અને બહારગામથી વડોદરા આવનારાઓનો ધસારો વધી જતો હોય છે.જોકે જાતે રાખડી નહીં બાંધી શકનારી બહેનો પોસ્ટ કે કુરિયર થકી રાખડી મોકલીને રક્ષાબંધનની ઉજવણીનો સંતોષ માને છે.
ઈન્ડિયા પોસ્ટના વડોદરાના ઈસ્ટ અને વેસ્ટ ડિવિઝનમાં છેલ્લા કેટલાક દિવસોથી બહારગામ જતી રાખડીઓના કારણે ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે.રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ મળતા આંકડા પ્રમાણે વડોદરા પોસ્ટ વિભાગ દ્વારા ૫૨૩૦૦ રાખડીઓ વડોદરાથી દેશના વિવિધ હિસ્સાઓમાં અને વિદેશ મોકલવામાં આવી છે.ેજના થકી પોસ્ટને લગભગ ૪૮ લાખ રુપિયાની આવક થઈ છે.
લોકો માટે રાખડીઓ મોકલવા માટે એન્વેલોપ, આઈટીપીએસ, ઓર્ડિનરી અને સ્પીડ પોસ્ટ એમ ચાર વિકલ્પ હતા.પોસ્ટ દ્વારા રાખડીઓ મોકલવા માટેના વિશેષ એન્વેલપ પણ બહાર પાડવામાં આવ્યા હતા.આવા ૧૭૦૦૦ એન્વેલોપનું પોસ્ટ વિભાગે વેચાણ કર્યું હતું.સૂત્રોનું કહેવું છે કે, રક્ષાબંધનના કારણે વિદેશ જતા પાર્સલની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે.છેલ્લા એક મહિનામાં આઈટીપીએસ એટલે કે ઈન્ટરનેશનલ ટ્રેક પેકેટ સર્વિસનો ઉપયોગ કરીને ૪૩૩૨ પાર્સલ વિદેશ મોકલવામાં આવ્યા છે.

રાખડીઓ મોકલવા કઈ સુવિધાનો ઉપયોગ કરાયો
વિશેષ એન્વેલપ ૧૭૦૦૦
આઈટીપીએસ ૪૩૪૨
ઓર્ડિનરી ૮૦૪૦
પીડ પોસ્ટ ૨૩૦૦૦