Baroda

સ્કૂલોના 50 ટકા વિદ્યાર્થીઓને રોડ સેફટીની મૂળભૂત જાણકારી પણ નથી

By GS Team
19 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાની સ્કૂલોના ધો.11-12ના વિદ્યાર્થીઓમાં રોડ સેફટી જાગૃતિ લાવવા અભિયાન શરૂ થયું છે. ગુજરાત રોડ સેફટી ઓથોરિટી અને એશિયન રોડ સેફટી એકેડમીએ આ પહેલ કરી છે. 10 શિક્ષકો 200 સ્કૂલોમાં પ્રેઝન્ટેશન આપશે. અત્યાર સુધીમાં 10 સ્કૂલોમાં 50% વિદ્યાર્થીઓને મૂળભૂત નિયમોની જાણ નથી તેવું જણાયું છે. ફેબ્રુઆરી સુધીમાં 200 સ્કૂલો આવરી લેવાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્કૂલોના 50 ટકા વિદ્યાર્થીઓને રોડ સેફટીની મૂળભૂત જાણકારી પણ નથી

વડોદરા શહેરની સ્કૂલોમાં અભ્યાસ કરતા અને ખાસ કરીને ધો.૧૧ અને ૧૨ના હજારો વિદ્યાર્થીઓ સ્કૂલે જવા માટે ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે. શહેરની સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓમાં રોડ સેફટી અંગે જાગૃતિ લાવવા માટે ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા એશિયન રોડ સેફટી એકેડમી નામની એનજીઓની મદદથી અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
આ અભિયાનના કો ઓર્ડિનેટર અને પૂર્વ આચાર્ય ડો.ઘનશ્યામ ચાવડાએ એક વાતચીતમાં કહ્યું હતું કે, અવેરનેસ કેમ્પેનમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ ત્રણે વિભાગ માટે અલગ અલગ પ્રકારના પ્રશ્નોત્તરી સાથેના પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં પહેલા વિદ્યાર્થીઓને રોડ સેફટી અંગેના કેટલાક મૂળભૂત સવાલો પૂછવામાં આવે છે અને તેમને કેટલી જાણકારી છે તે ચકાસવામાં આવે છે.એ પછી તેમને કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને શું ધ્યાન રાખવું જોઈએ તેની સમજ આપવામાં આવે છે.
ડો.ચાવડાના જણાવ્યા અનુસાર આ માટે ૧૦ શિક્ષકોને કી રિસોર્સ પર્સન તરીકે તૈયાર કરાયા છે.જેઓ વિવિધ સ્કૂલોમાં જઈને અડધો કલાકનું પ્રેઝન્ટેશન કરે છે.અત્યાર સુધીમાં ૧૦ સ્કૂલોમાં અવેરનેસ કેમ્પેન યોજાયું છે અને તેમાં જોવા મળ્યું છે કે, ૫૦ ટકા વિદ્યાર્થીઓને રોડ સેફટીના મૂળભૂત નિયમોની પણ જાણકારી નથી.આ બાબતને જોતા રોડ સેફટીનો પ્રચાર પ્રસાર બહુ જરુરી બની જાય છે.ફેબુ્રઆરી મહિના સુધીમાં શહેરની ૨૦૦ જેટલી સ્કૂલોમાં અભિયાનને પહોંચાડવાનું લક્ષ્ય છે.