Baroda

18 ડિગ્રી ઠંડા પાણીમાં 3.8 કિમીનું સ્વિમિંગ અને 180 કિમીનું સાયકલિંગ

By GS Team
24 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના વ્યવસાયી મિલન પાલાએ અમેરિકાના કેલિફોર્નિયામાં યોજાયેલી ફુલ આયર્નમેન સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે 226 કિલોમીટરનું અંતર 14 કલાક 26 મિનિટમાં કાપ્યું. 3.8 કિલોમીટર સ્વિમિંગ, 180 કિલોમીટર સાયકલિંગ અને 42 કિલોમીટર રનિંગની આ કઠિન સ્પર્ધા પૂરી કરનાર તેઓ વડોદરાના પાંચમા સ્પર્ધક બન્યા છે. આ સિદ્ધિથી વડોદરાનું ગૌરવ વધ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

18 ડિગ્રી ઠંડા પાણીમાં 3.8 કિમીનું સ્વિમિંગ અને 180 કિમીનું સાયકલિંગ

શારીરિક તાકાત અને માનસિક ઈચ્છા શક્તિની કસોટી કરતી આયર્નમેન સ્પર્ધાને ં વડોદરા શહેરના વધુ એક સ્પર્ધકે સફળતાપૂર્વક પૂરી કરી છે.અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સેક્રેમેન્ટો શહેરમાં ગત સપ્તાહે યોજાયેલી ફુલ આયર્નમેન સ્પર્ધામાં ગુજરાતમાંથી એક માત્ર વડોદરાના વ્યવસાયી મિલન પાલાએ ભાગ લીધો હતો.
ફુલ આયર્નમેન સ્પર્ધામાં સ્પર્ધકે ૩.૮ કિલોમીટર સ્વિમિંગ, ૧૮૦ કિલોમીટર સાયકલિંગ અને ૪૨ કિલોમીટરની રનિંગ એમ ૨૨૬ કિલોમીટરનું અંતર ૧૭ કલાકમાં પૂરુ કરવાનું હોય છે.મિલન પાલાએ આ અંતર ૧૪ કલાક અને ૨૬ મિનિટમાં પૂરુ કર્યું હતું.
૪૨ વર્ષીય મિલન પાલાએ કહ્યું કે, અગાઉ હાફ આયર્નમેન, મેરેથોન અને ૬૦૦ કિલોમીટરની સાયકલિંગ સ્પર્ધાઓમાં હું સફળતાપૂર્વક ભાગ લઈ ચૂકયો છું પણ ફુલ આયર્નમેન સ્પર્ધામાં પહેલી વખત ભાગ લેવાનો હોવાથી લગભગ આઠ મહિના મેં આકરી તાલીમ લીધી હતી.વડોદરાના અન્ય સ્પર્ધકો પણ આયર્નમેન સ્પર્ધામાં ભાગ લઈ ચૂકયા હોવાથી તેમનો અનુભવ પણ મને કામ લાગ્યો હતો. નદીના પાણીનું તાપમાન ૧૮ ડિગ્રી જેટલું હોવાથી સ્પર્ધાનો આ હિસ્સો થોડો પડકારજનક રહ્યો હતો પણ ટ્રેનિંગના કારણે વાંધો આવ્યો નહોતો.

આયર્નમેન સ્પર્ધા પૂરી કરનાર વડોદરાના પાંચમા સ્પર્ધક
૨૦૧૯ થી લઈને અત્યાર સુધીમાં મારા સહિત ચાર સ્પર્ધકો અલગ અલગ દેશોમાં યોજાયેલી આયર્નમેન સ્પર્ધાને સફળતાપૂર્વક પૂરી કરી ચૂકયા છે.હવે મિલન પાલા પાંચમા વ્યક્તિ બન્યા છે.વડોદરા માટે આ એક સિધ્ધિ છે.અન્ય કેટલાક વડોદરાવાસીઓ પણ આ માટે તાલીમ લઈ રહ્યા છે.
રઘુવેન્દ્રસિંહ ઝાલા, આર્યનમેન સ્પર્ધક અને મેન્ટર