યાત્રાધામ પાવાગઢ પર નવરાત્રીમાં 35000 કિલો પ્લાસ્ટિક વેસ્ટ ઠલવાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની ૫૧ શક્તિપીઠો પૈકીની એક અને મધ્ય ગુજરાતના યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રી દરમિયાન લાખો ભાવિકો મહાકાળી માતાના દર્શન કરવા માટે ઉમટયા હતા.નવરાત્રી પૂરી થઈ ગઈ છે પણ લાખોની ભીડ પાવાગઢ વિસ્તારમાં ૩૫૦૦૦ કિલો પ્લાસ્ટિક વેસ્ટ છોડી ગઈ છે.મહાકાળી મંદિરથી માચી સુધી અને પાવાગઢની તળેટી સુધી અત્યારે ઠેર ઠેર કચરો પડેલો જોવા મળી ગયો છે.ેજેમાં મોટાભાગે પ્લાસ્ટિક વેસ્ટ છે.
સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર ગત વર્ષ કરતા આ વખતે દર્શન કરવા આવેલા શ્રધ્ધાળુઓની સંખ્યામાં ૪૦ ટકા જેટલો વધારો થયો હતો.એક અંદાજ પ્રમાણે પંદર લાખ જેટલા ભાવિકોએ આ વર્ષે દર્શન કર્યા હતા.મોટાભાગના ભાવિકો પ્લાસ્ટિકની કોથળીઓ, ડબ્બાઓમાં ભોજન લાવતા હોય છે અને પાણી પીવા માટે પ્લાસ્ટિક બોટલ ખરીદતા હોય છે.જેના કારણે આ વખતે નવરાત્રીમાં રોજ ૩૫૦૦ થી ૩૭૦૦ કિલો પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પન્ન થતો હતો.આ માટે ૨૫૦ જેટલા સફાઈ કર્મચારીઓની ટીમ કામે લગાડવામાં આવી છે.પાવાગઢ વિસ્તાર જંગલ અને હરિયાળીથી ભરપૂર છે ત્યારે પ્લાસ્ટિક વેસ્ટ એક મોટી સમસ્યા પૂરવાર થઈ રહ્યો છે.પાવાગઢના શિખર વિસ્તારમાંથી કચરો એકઠો કરીને માચી સુધી લાવવામાં આવી રહ્યો છે અને એ પછી ટ્રકોમાં ભરીને તેનો ડમ્પિંગ સાઈટ પર નિકાલ થઈ રહ્યો છે.
તંત્ર હવે આગામી વર્ષની નવરાત્રીથી પીવાના પાણીની પ્લાસ્ટિક બોટલો પર પ્રતિબંધ મૂકવા માટે કવાયત હાથ ધરાશે.તેની જગ્યાએ ભાવિકોને રિફંડેબલ ડિપોઝિટ સાથે પીવાના પાણીની સ્ટીલની બોટલ અપાશે અને મંદિરના રુટ પર પાણીના કૂલર મૂકવામાં આવશે.




