Baroda

માતાને શોધવા નીકળેલી યુપીની 14વર્ષીય મુગ્ધાની વડોદરા સુધીની જોખમી સફર

By GS Team
21 Nov 20261 min read
TukuTouch Logo
ઉત્તર પ્રદેશથી 14 વર્ષની એક વિદ્યાર્થિની માતાની શોધમાં નીકળી વડોદરા પહોંચી હતી. ટ્રેનમાં બેસી ગયેલી આ કિશોરી વડોદરા સ્ટેશને ઉતરતાં ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમે પૂછપરછ કરી હતી. જોખમી સફરની વિગતો જાણી સંસ્થામાં આશ્રય અપાયો હતો. તેના પિતાને જાણ કરાતા, તેઓ દીકરીને હેમખેમ પરત લઈ ગયા. સૌએ રાહત અનુભવી.

Summarized by AI; it may make mistakes. Check important info

માતાને શોધવા નીકળેલી યુપીની 14વર્ષીય મુગ્ધાની વડોદરા સુધીની જોખમી સફર

માતાની શોધમાં નીકળેલી યુપીની એક ૧૪ વર્ષીય વયની વિદ્યાર્થિનીનું જોખમી કૃત્ય તેના જીવન માટે ઘાતક પુરવાર થઇ શક્યું હોત,પરંતુ સારાનસીબે તેનું સુરક્ષિત રીતે વડોદરા પહોંચી હતી.
યુપીની એક વિદ્યાર્થિનીની માતા ગૂમ થતાં તે માતાને શોધવા નીકળી હતી અને ટ્રેનમાં બેસી જતાં ટ્રેન ઉપડી ગઇ હતી.આ બાળકી વડોદરા સ્ટેશને આવી જતાં ચાઇલ્ડ હેલ્પલાઇન ટીમે તેની પૂછપરછ કરી હતી.
બાળકીની જોખમી સફર વિશે વિગતો જાણ્યા બાદ તેને એક સંસ્થામાં આશરો આપવામાં આવ્યો હતો અને તેના પિતાને જાણ કરતાં તેઓ વડોદરા લેવા માટે આવી ગયા હતા,જેથી ચાઇલ્ડ વેલફેર કમિટી અને અન્ય સંસ્થાના સદસ્યોએ હાશ અનુભવી હતી.