યુનિ.ના 127 ગોલ્ડ મેડલ છોકરીઓ, 75 ગોલ્ડ મેડલ છોકરાઓના ફાળે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એમ.એસ.યુનિવર્સિટીના ૭૫મા પદવીદાન સમારોહના આયોજન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેની વચ્ચે સત્તાધીશો દ્વારા ગોલ્ડ મેડલ મેળવનારા સ્ટુડન્ટસના નામ અને ગોલ્ડ મેડલની સંખ્યા જાહેર કરવામાં આવી છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોલ્ડ મેડલ મેળવવામાં છોકરીઓએ છોકરાઓને પાછળ છોડયા છે.યુનિવર્સિટી દ્વારા આ વખતે પદવીદાન સમારોહમાં વિવિધ ફેકલ્ટીઓમાં કુલ મળીને ૧૬૧ સ્ટુડન્ટસને ૨૦૨ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.આ પૈકીના ૧૨૭ ગોલ્ડ છોકરીઓ અને ૭૫ ગોલ્ડ મેડલ છોકરાઓના ફાળે ગયા છે.
ગોલ્ડ મેડલ મેળવનારા સ્ટુડન્ટસને ઈ મેઈલ અને એસએમએસ પાઠવીને પદવીદાન સમારોહમાં હાજર રહેવા માટે જાણ કરાઈ છે.સત્તાધીશોએ બદલેલા નિર્ણય પ્રમાણે ગોલ્ડ મેડલમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કર્યો છે.આમ છતા ગત વર્ષ કરતા ગોલ્ડ મેડલની સંખ્યા ઓછી થઈ છે.કારણકે સોના-ચાંદીના ભાવ વધારાના કારણે હવે ગોલ્ડ મેડલ બનાવવાનું મોંઘુ પડી રહ્યું હોવાથી સત્તાધીશોએ ૨૫ વર્ષ કે તેથી જૂના ગોલ્ડ મેડલની બાદબાકી કરી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૩૫૪ મેડલ અપાયા હતા.જે ઘટીને હવે ૨૦૨ રહ્યા છે.
ફેકલ્ટી પ્રમાણે ગોલ્ડ મેડલની સંખ્યા
ફેકલ્ટી ગર્લ્સ બોયઝ
સંસ્કૃત મહાવિદ્યાલય - ૩
આર્ટસ ૧૧ ૬
કોમર્સ ૧૪ ૧
એજ્યુકેશન ૮ ૩
હોમસાયન્સ ૧૩ ૧
ફાઈન આરટ્સ ૧૨ ૧
જર્નાલિઝમ - ૨
લો ૭ ૩
મેનેજમેન્ટ ૪ ૬
મેડિસિન ૧૮ ૧૪
પરફોર્મિંગ આર્ટસ ૪ ૩
ફાર્મસી ૧ ૩
સાયન્સ ૧૭ ૮
સોશ્યલ વર્ક ૬ -
ટેકનોલોજી ૧૨ ૨૧




