Baroda

મહિલા પ્રીમિયર લીગની ૧૧ મેચો વડોદરામાં રમાશે

By GS Team
4 Nov 20261 min read
TukuTouch Logo
BCCI દ્વારા મહિલા પ્રીમિયર લીગ 2027નું સમયપત્રક જાહેર કરાયું છે. 14 જાન્યુઆરીથી શરૂ થઈ 7 ફેબ્રુઆરીએ સમાપ્ત થતી આ ટુર્નામેન્ટમાં 22 મેચ રમાશે. વડોદરાને પ્રથમ તબક્કાની 11 મેચનું યજમાનપદ મળ્યું છે, જ્યાં કોટંબી સ્ટેડિયમમાં RCB અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે પ્રથમ મેચ થશે. બાકીની મેચો મુંબઈમાં રમાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા પ્રીમિયર લીગની ૧૧ મેચો વડોદરામાં રમાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ)ની પાંચમી આવૃત્તિનું સમયપત્રક જાહેર કરાયું છે. વર્ષ ૨૦૨૭માં રમાનારી આ સ્પર્ધામાં કુલ ૨૨ મુકાબલા થશે, જેમાંથી પ્રથમ તબક્કાની ૧૧ મેચોનું યજમાનપદ વડોદરાને મળ્યું છે. ટુર્નામેન્ટનો પ્રારંભ ૧૪ જાન્યુઆરીથી થશે અને ૭ ફેબુ્રઆરીએ ફાઇનલ મુકાબલા સાથે સમાપન થશે.

અત્રેના કોટંબી સ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે ૧૪ જાન્યુઆરીએ સ્પર્ધાની પ્રથમ મેચમાં ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) અને મુંબઈ ઇન્ડિયન્સ આમનેસામને ટકરાશે. વડોદરામાં પ્રથમ તબક્કામાં કુલ ૧૧ મેચોનું આયોજન કરાયું છે. ૨૪ જાન્યુઆરીએ યુપી વોરિયર્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચેની મેચ સાથે વડોદરાનો પ્રથમ તબક્કો પૂર્ણ થશે.

૨૬ જાન્યુઆરીથી મુંબઈમાં બીજા તબક્કાની શરૃઆત થશે. મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં લીગ તબક્કાની નવ મેચો રમાશે. ૩ ફેબુ્રઆરીએ દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સ વચ્ચે લીગ તબક્કાની છેલ્લી મેચ રમાશે.

આ સ્પર્ધામાં આરસીબી, મુંબઈ ઇન્ડિયન્સ, યુપી વોરિયર્સ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ સાથે પાંચ ટીમો ભાગ લેશે. એલિમિનેટર મુકાબલો ૫ ફેબુ્રઆરીએ અને ફાઇનલ મેચ ૭ ફેબુ્રઆરીએ મુંબઈ ખાતે રમાશે. તમામ મેચો સાંજે ૭ઃ૩૦ વાગ્યે શરૃ થશે.