For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બોર્ડર ટુરિઝમ કેન્દ્ર નડાબેટ ઝીરો પોઇન્ટને સીમાદર્શન તરીકે વિકસાવશે

- 125 કરોડના ખર્ચે પ્રવાસન સુવિધાઓ ઉભી કરાશે

- વિજય રૃપાણીએ નડાબેટની મુલાકાત લઇ ટુરિઝમ ડેવલપમેન્ટના કામોનું નિરીક્ષણ કર્યું

Updated: Jun 18th, 2021

Article Content Imageપાલનપુર, તા.17

ભારત-પાકિસ્તાન ની આંતર રાષ્ટ્રીય બોર્ડર પર આવેલ બનાસકાંઠા ની નડાબેટ ઝીરો પોઈન્ટ સીમા દર્શન ની મુખ્યમંત્રી વિજયભાઇ રૃપાણીએ મુલાકાત લીધી હતી અને નડાબેટ ખાતે સીમાદર્શન અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કામોની નિરીક્ષણ કર્યું હતું.સીમાદર્શનનો રૃ.૧૨૫ કરોડના પ્રોજેકટ ના નિર્માણ કામો આગામી ૧૫ ઓગસ્ટ-ર૦૨૧ પહેલા પૂર્ણ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના છેવાડે આવેલ નડાબેટ નો સીમા દર્શન પ્રવાસન ધામ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો હોય મુખ્યમંત્રી વિજય રૃપાણી પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સાથે ગુરૃવારે સવારે નડાબેટ આવી પહોચ્યા હતા જ્યાં નડેશ્વરી માતાના દર્શન કર્યા હતા બાદ પ્રવાસન નિગમે દ્રારા બનાવવામાં આવેલ નડેશ્વરી માતાના મંદિર પાસે વિસામો નડેશ્વરી મંદિરથી સીમાદર્શન માટેના ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાના હાથ ધરાયેલા અલગ-અલગ ચાર ફેઇઝ કામો ની મુલાકાત લીધી હતી અને બીજા ફેઇઝના કુલ ૩૨ કરોડના ખર્ચે નિર્માણાધિન વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યુ હતુ આ બીજા ફેઇઝના કામોમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એકઝીબીશન સેન્ટર અને સરહદ સલામતીની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેઇટના કામો હાલ ચાલી રહ્યા છે

સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વ ખ્યાતિ પામશે

 મુખ્યમંત્રી વિજય રૃપાણી એ જણાવ્યું હતું કે નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વ ખ્યાતિ પામશે અને અહીં મૂલાકાતે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષાબળોની જવાંમર્દી, રાષ્ટ્રપ્રેમ ભાવનાના ઇતિહાસથી ગૌરવાન્વિત થશે તેમજ પ્રવાસન પ્રવૃત્તિ વધતાં સ્થાનિક રોજગારીની તકોનું પણ સર્જન થશે.

પ્રવાસીઓના આગમનમાં કામો પૂર્ણ થઈ ગયા

નડાબેટ બોર્ડરનો પ્રવાસન ધામ તરીકે બહુવિધ વિકાસ થઇ રહ્યો છે જેમાં પ્રવાસીઓના આગમન માટેનો આગમન પ્લાઝા, પાકગ, ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો પૂર્ણ થઇ ગયા છે

ઝીરો પોઇન્ટ રૃટ ઉપર 4 ફેઇઝમાં હાથ ધરાશે

નડાબેટ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા ૧૪ જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ પ્રોજેકટમાં હાથ ધરવામાં આવી છે. સીમાદર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ  સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી ભલિભાંતિ પરિચિત થાય તે માટે ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, ્-૫૫ ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-૨૭ એરફ્રાફટ ડિસપ્લે કરવામાં આવશે

Gujarat