પાલનપુર ભૂસ્તર તંત્રની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી ખનીજ ભરેલી ત્રણ ટ્રકો ઝડપી

પાલનપુર,તા.17
બનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે બતમીમાં આધારે
પાલનપુર એરોમાં સર્કલ પાસે વોચ ગોઠવીને ખનીજ ભરેલી એક ટ્રકને ઉભી રખાવવાનો પ્રયાસ
કરતા આ ટ્રકના ચાલકે ટ્રક ભગાવી મુકતા ભૂસ્તર તંત્રની ટીમે આ ટ્રકનો ડીસા સુધી
ફિલ્મી ઢબે પીછો કરી પોલીસ ની મદદથી ડીસા નજીકથી ખનીજ ચોરી કરતી એક ટ્રક અને
ધનિયાણા ચોકડી પાસેથી કપચી ભરેલી વધુ બે ટ્રકને ઝડપી લેવામાં આવી હતી.
બનાસકાંઠા ભૂસ્તર તંત્રની ટીમ દ્વારા પાલનપુરમાં આકસ્મીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં
એરોમા સર્કલ પર એક ટ્રકમાં ઓવરલોડ બિલ્ડીગ સ્ટોન ખનીજ ભરેલ જણાઈ આવતા તપાસ ટીમ
દ્વારા ટ્રકને રોકાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ટ્રક ડીસા હાઈવે પર ભાગી જતા
ભૂસ્તર ટીમે ટ્રકનો પિછો કરી ટ્રક ને વારંવાર રોકવવા નો પ્રયાસ કરાયો હતો તેમ છતાં
ટ્રક ઉભી રાખવામાં ન આવતા ડીસા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ડીસા નજીક વોચ
ગોઠવી ટ્રક ને ઝડપી પાડી હતી જ્યારે ધનીયાણા ચોકડી પાસે બે ટ્રકમાં રોયલ્ટી પાસ
તપાસ કરતા વધુ બિલ્ડીગ સ્ટોન ખનીજ જણાઈ આવતા આ બે ટ્રક જપ્ત કરી કુલ રૃ.૯૦ લાખનો
મુદ્દામાલ સિઝ કરી રૃ.૫.૫૦ લાખની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.




