Astro

એક ઉપાયથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળ! 19 વર્ષ બાદ યોગિની અગિયારસ પર સંયોગ

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
હિન્દુ ધર્મમાં યોગિની એકાદશીના વ્રતનો વિશેષ મહિમા રહેલો છે. એવુ કહેવાય છે કે, આ દિવસે વ્રત રાખવાથી સુખ- સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમજ પૂર્વ જન્મના પાપોનો પણ નાસ થાય છે. મૃત્યુ પછી જાતકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત પુરાણોમાં યોગિની એકાદશીને રોગોને દૂર કરનારી સૌથી પ્રભાવશાળી તિથિ માનવામાં આવે છે, ખાસ કરીને જે લોકો લાંબા સમયથી માનસિક અથવા શારીરિક પીડાની હેરાન થઈ રહ્યા છે. એટલે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત રાખવાનું મહિમા છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આ વખતે 21 જૂને યોગિની એકાદશી મનાવવામાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

એક ઉપાયથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું ફળ! 19 વર્ષ બાદ યોગિની અગિયારસ પર સંયોગ

Longest day of the year 2025: હિન્દુ ધર્મમાં યોગિની એકાદશીના વ્રતનો વિશેષ મહિમા રહેલો છે. એવુ કહેવાય છે કે, આ દિવસે વ્રત રાખવાથી સુખ- સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેમજ પૂર્વ જન્મના પાપોનો પણ નાસ થાય છે. મૃત્યુ પછી જાતકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત પુરાણોમાં યોગિની એકાદશીને રોગોને દૂર કરનારી સૌથી પ્રભાવશાળી તિથિ માનવામાં આવે છે, ખાસ કરીને જે લોકો લાંબા સમયથી માનસિક અથવા શારીરિક પીડાની હેરાન થઈ રહ્યા છે. એટલે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને વ્રત રાખવાનું મહિમા છે. હિન્દુ પંચાંગ પ્રમાણે આ વખતે 21 જૂને યોગિની એકાદશી મનાવવામાં આવશે.

આ પણ વાંચો : મિથુન-કન્યા સહિત આ 3 રાશિના જાતકો ખાસ સાચવજો! નક્ષત્ર પરિવર્તનના કારણે થઈ શકે છે પૈસાની તંગી

88 હજાર બ્રાહ્મણોના ભોજનનું પુણ્ય 

યોગિની એકાદશીને લઈને ધર્મ-શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે, આ વ્રત રાખવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને સાંસારિક બંધનોનોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ વ્રત વ્યક્તિને ઈન્દ્રિયો પર સંયમ અને આત્મ ચિંતનની પ્રેરણા આપે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવી જોઈએ અને પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને મોસમી ફળો, પીળા ફુલ અને તુલસી અવશ્ય અર્પણ કરવા જોઈએ. તુલસીના પાંદડા તમારે એક દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ. 

વર્ષનો સૌથી લાંબો દિવસ

21 જૂન ઉત્તરી ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જેને ગ્રીષ્મ સંક્રાંતિ અથવા સોલર સોલિસ્ટિસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે સૂર્ય પોતાની ઉત્તરીય દિશામાં હોય છે, જેના આ દિવસ સૌથી લાંબો અને રાત્રિ સૌથી ટુંકી હોય છે. આ સંયોગ 16 વર્ષથી બની રહ્યો છે. યોગિની એકાદશી અને વર્ષનો સૌથી લાંબો દિવસ એક જ દિવસ બની રહ્યા છે.

આ પણ વાંચો : 'અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસને પાગલખાનામાં નાંખો', ટિપ્પણી બાદ અભિનેત્રીએ માંગી માફી

હિન્દુ પંચાંગ પ્રમાણે આ વખતે 21 જૂનના રોજ યોગિની એકાદશી મનાવવામાં આવશે. જે સવારે 7.18 કલાકે શરુ થશે અને 22 જૂનના રોજ સવારે 4.27 કલાકે પૂર્ણ થશે. તો રાહુકાળનો સમય સવારે 8.53 થી 10.38 સુધીનો રહેશે. તેથી 21 જૂનના રોજ યોગિની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. 21 જૂનના રોજ સૂર્ય જલ્દી ઉદય થશે અને મોડા અસ્ત થશે, આશરે 14 કલાકનો દિવસ રહેશે.