Astro

મિથુન-કન્યા સહિત આ 3 રાશિના જાતકો ખાસ સાચવજો! નક્ષત્ર પરિવર્તનના કારણે થઈ શકે છે પૈસાની તંગી

By GS TEAM
20 Jun 20252 mins read
TukuTouch Logo
તમામ ગ્રહોના રાજા સૂર્ય દેવ હાલ મૃગશિરા નક્ષત્રમાં વિરાજમાન છે અને 22 જૂને સૂર્ય રાહુના નક્ષત્ર આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યના ગોચરની સાથોસાથ સૂર્ય નક્ષત્ર પરિવર્તન પણ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાહુ અને સૂર્યની યુતિ ખૂબ જ અશુભ હોય છે. કારણ કે, સૂર્યની મજબૂતી જાતકને ફાયદો અપાવે છે પરંતુ રાહુ હંમેશા ઉંધી ચાલ ચાલે છે. ચાલો જાણીએ સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિના જાતકોને નુકસાન થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિથુન-કન્યા સહિત આ 3 રાશિના જાતકો ખાસ સાચવજો! નક્ષત્ર પરિવર્તનના કારણે થઈ શકે છે પૈસાની તંગી
Image: Freepik

Astrology: તમામ ગ્રહોના રાજા સૂર્ય દેવ હાલ મૃગશિરા નક્ષત્રમાં વિરાજમાન છે અને 22 જૂને સૂર્ય રાહુના નક્ષત્ર આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. વૈદિક જ્યોતિષમાં સૂર્યના ગોચરની સાથોસાથ સૂર્ય નક્ષત્ર પરિવર્તન પણ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રાહુ અને સૂર્યની યુતિ ખૂબ જ અશુભ હોય છે. કારણ કે, સૂર્યની મજબૂતી જાતકને ફાયદો અપાવે છે પરંતુ રાહુ હંમેશા ઉંધી ચાલ ચાલે છે. ચાલો જાણીએ સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી કઈ રાશિના જાતકોને નુકસાન થશે. 

આ પણ વાંચોઃ Gupt Navratri 2025: 26 જૂનથી શરૂ થશે અષાઢી ગુપ્ત નવરાત્રિ, જાણો પૂજા વિધિ અને મુહૂર્ત

મિથુનઃ

સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી મિથુન રાશિના જાતકોની આર્થિક સ્થિતિ કપરી હોય શકે છે. ધન ખર્ચ ખૂબ વધી શકે છે. આ સાથે જ માનસિક તણાવમાં પણ વધારો થઈ શકે છે. જો કોઈ નવા બિઝનેસમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો આ યોગ્ય સમય નથી. કાર્યક્ષેત્રમાં લોકો પીઠ પાછળ તમારી નિંદા કરશે. 

કન્યાઃ 

સૂર્યનું નક્ષત્ર પરિવર્તન કન્યા રાશિ માટે અશુભ સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. પરિવાર પર આર્થિક સંકટ પણ આવી શકે છે. 

આ પણ વાંચોઃ Rath Yatra 2025: પુરી અને અમદાવાદની રથયાત્રામાં હોય છે મોટો ફરક, જાણો ખાસ વાતો

ધનઃ

ધન રાશિના જાતકોના વ્યવહારમાં નકારાત્મક બદલાવ આવી શકે છે, જેનો પ્રભાવ નોકરી અને કરિયરમાં પણ પડી શકે છે. પગારમાં ખાસ વધારો નહીં થાય. રોકાણ માટે આ સમય અનુકૂળ છે.