'અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસને પાગલખાનામાં નાંખો', ટિપ્પણી બાદ અભિનેત્રીએ માંગી માફી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Plane Crash: અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ગુરુવારે (12મી જૂન) ક્રેશ થયું હતું. જેના કારણે મોટી જાનહાનિ થઇ હતી. અત્યાર સુધી આ દુર્ઘટનામાં 270થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા છે. ત્યારે આ વિમાન દુર્ઘટના પર દેશ વિદેશની ઘણી જાણીતી હસ્તીઓએ દુખ વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ અકસ્માતમાં જેમનું જીવિત રહેવું એ એક ઈશ્વરનો ચમત્કાર માનવામાં આવી રહ્યો છે અને તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વિશ્વાસને મળ્યા હતા. જોકે, વિશ્વાસ કુમાર રમેશ બચી જવા પર જાણીતી અભિનેત્રી અને ગાયિકા સુચિત્રા કૃષ્ણમૂર્તિને હજુ પણ વિશ્વાસ નથી આવતો.
તે ખરેખર અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં હતો
સોશિયલ મીડિયા પર સુચિત્રાએ પોસ્ટ ટ્વિટ કરીને કહ્યું કે, 'વિશ્વાસ ખોટું બોલી રહ્યો છે, તે ખરેખર અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં હતો.' તેનું આ ટ્વિટ વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો હતો. કેટલાક લોકોએ તેની ખૂબ ટીકા કરી હતી, ત્યારબાદ હવે અભિનેત્રીએ માફી માંગી છે અને તેની પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે.
સુચિત્રા કૃષ્ણમૂર્તિએ વિશ્વાસ કુમાર રમેશ વિશે શું કહ્યું?
હકીકતમાં, સુચિત્રા કૃષ્ણમૂર્તિએ તેના X હેન્ડલ પર એક ટ્વીટ પોસ્ટ કરી છે, જેમાં તેણે લખ્યું કે, 'તો આ વિશ્વાસ કુમાર રમેશે વિમાનમાં મુસાફર અને એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ હોવા વિશે ખોટું બોલ્યા? આ ખરેખર અજીબ છે. શું યુકેમાં તેના પરિવારે તેની સ્ટોરી પર પુષ્ટિ કરી ન હતી? તેના ભાઈના અંતિમ સંસ્કારનું શું, જેમાં તે નનામીને ખભા પર ઉઠાવતો જોવા મળ્યો હતો? જો ખરેખર આ સાચું હોય તો વિશ્વાસ ગંભીર સજાનો હકદાર છે અથવા તેને પાગલખાનામાં મોકલી દેવો જોઈએ.'
આ પણ વાંચો: જગન્નાથજીની 148મી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, પ્લેન ક્રેશ દુર્ઘટના બાદની અટકળોનો અંત
યુઝર્સે સુચિત્રા પર પ્રહાર કર્યા
સુચિત્રાનું ટ્વીટ વાયરલ થતાં જ યુઝર્સે તેના પર ટીકા કરવાનું શરૂ કરી દીધું. એક વ્યક્તિએ લખ્યું, 'અમદાવાદની હોસ્પિટલે પુષ્ટિ આપી છે, કે વિશ્વાસ એર ઈન્ડિયાની ફ્લાઇટમાં હત.' તો અન્ય કેટલાક લોકોએ લખ્યું કે, જો તેમને આ વિશે માહિતી ન હોય તો, પહેલા આ અંગે તમામ માહિતી ચેક કરી લેવી જોઈએ. સોશિયલ મીડિયા પર વિરોધ થતા સુચિત્રાએ હવે તે ટ્વીટ ડિલીટ કરી દીધી છે અને માફી પણ માંગી છે.









