Get The App

Diwali 2025: કાળી ચૌદશે ઘરમાં જ દક્ષિણ દિશામાં અવશ્ય પ્રગટાવો 'યમ દિપક', જાણો નિયમ

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
Diwali 2025: કાળી ચૌદશે ઘરમાં જ દક્ષિણ દિશામાં અવશ્ય પ્રગટાવો 'યમ દિપક', જાણો નિયમ 1 - image
Image IANS

Dipawali, Yam Deepak : હિન્દુ ધર્મમાં દિવાળીના પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવારના એક દિવસ પહેલા નરક ચતુર્દશી, જેને છોટી દિવાળી પણ કહેવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આ દિવસનું પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. આ દિવાળીનો મહત્ત્વનો ભાગ કહેવાય છે. આ દિવસ યમ દેવતાની પૂજા કરવામાં આવે છે. આવુ કરવાથી મૃત્યુનો ભય ઓછો થાય છે અને અકાળ મૃત્યુમાંથી મુક્તિ મળે છે. એટલે નરક ચતુર્દશીના દિવસે યમનો દિપક પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે. એવું કહેવાય છે કે,  આ દિવસે યમનો દીપક પ્રગટાવવાથી પરિવારમાં અકાળ મૃત્યુનો ભય ખતમ થઈ જાય છે. 

આ પણ વાંચો: બે દિવસ અમાસ તો 20 કે 21 ઓક્ટોબર, ક્યારે ઉજવાશે દિવાળી? પડતર દિવસે સ્નાન-દાનનું મહત્ત્વ

યમ દીપક પ્રગટાવવાના નિયમો

નરક ચતુર્દશી પર યમ દીપક પ્રગટાવતી વખતે દીવાની દિશાનું ખાસ ધ્યાન આપવું જોઈએ. આ સિવાય દીવાની પસંદગી પણ ચોક્કસ રીતે કરવી જોઈએ. આ દીવો ઘઉંના લોટમાંથી અથવા માટીનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે, અને તે ચાર મુખવાળો હોવો જોઈએ. યમ દીપકની દિશા ધ્યાનમાં લેવી પણ મહત્વપૂર્ણ છે. હંમેશા દક્ષિણ દિશામાં યમ દીપક પ્રગટાવો, કારણ કે દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે. દીવામાં માત્ર સરસવના તેલનો ઉપયોગ કરવો અને ચાર વાટ મૂકો. આ ચાર વાટ જીવનની ચાર દિશામાં પ્રકાશ ફેલાવવાનું પ્રતીક છે. દીવો પ્રગટાવ્યા પછી તેને ઘરના ખૂણામાં ફેરવો જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય.

આ પણ વાંચો: ઘરના મંદિરમાં મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ! જાણો વાસ્તુના 5 ખાસ નિયમ

નરક ચતુર્દશી ક્યારે છે?

આ વખતે દિવાળી 20 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. નરક ચતુર્દશી બરાબર એક દિવસ પહેલા એટલે કે, 19 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. નરક ચતુર્દશી આસો મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ની ચતુર્દશી પર આવે છે. આ વર્ષે, ચતુર્દશી તિથિ 19 ઓક્ટોબરે બપોરે 1:51 વાગ્યે શરૂ થશે અને 20 ઓક્ટોબરે બપોરે 3:44 વાગ્યે સમાપ્ત થશે.

Tags :