બે દિવસ અમાસ તો 20 કે 21 ઓક્ટોબર, ક્યારે ઉજવાશે દિવાળી? પડતર દિવસે સ્નાન-દાનનું મહત્ત્વ

Deepavali 2025: દિવાળીની તારીખ વિશે કોઈ પણ પ્રકારની શંકા કરવાની જરૂર નથી. ગ્રહોના અદ્ભૂત સંયોગમાં આસો વદ અમાસ 20 ઓક્ટોબર, 2025 સોમવારના રોજ મનાવવામાં આવશે.
આ પણ વાંચો: મિથુન-મકર સહિત 3 રાશિના જાતકોને વેતન-સ્વાસ્થ્યમાં થશે બમ્પર લાભ, ગજકેસરી રાજયોગની અસર
જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે અમાવસ્યા તિથિ સોમવારે બપોરે 2:32 વાગ્યે શરૂ થશે. જે 21 ઓક્ટોબર, 2025, મંગળવારના રોજ સાંજે 4:26 વાગ્યા સુધી ચાલશે. તેથી, આ વખતે દિવાળી મહાપર્વનો તહેવાર સોમવાર, 20 ઓક્ટોબર, 2025 ના રોજ ઉજવવામાં આવશે.
વિધિ-વિધાનપૂર્વક કરો પૂજા
માં લક્ષ્મી તેમજ ભગવાન ગણેશની પૂજા કરવાનો શુભ સમય બપોરે 2:39 થી મધ્યરાત્રિ સુધીનો છે. દરેક રાશિના લોકોએ તેમના ગ્રહોની અનુકૂળતા અને ગોઠવણી અને સુખ-સમૃદ્ધિ અનુસાર ધાર્મિક વિધિઓ કરવી જોઈએ. તેમને વિશેષ લાભ પ્રાપ્ત થશે.
પૂજા માટે શુભ શુભ મુહૂર્ત
કુંભ લગ્ન બપોરે 2:09 થી 3:40 સુધી
વૃષભ લગ્ન સાંજે 6:51 થી 8:48 સુધી
સિંહ લગ્ન સવારે 1:19 થી 3:33 સુધી
ગ્રહોનો વિશેષ સંયોગ
દિવાળીના દિવસે ત્રણ ગ્રહોનો સંયોગ રચાઈ રહ્યો છે. આ દિવસે મંગળ, સૂર્ય અને બુધ દરેક ગ્રહો સાથે મળશે. તેની સંયુક્ત અસર તમામ રાશિના લોકો માટે શુભ પરિણામો લાવનાર માનવામાં આવે છે. આસો અમાસ પર સ્થિર લગ્નમાં દિવાળી પૂજા કરવાનો મહિમા રહેલો છે. મોટાભાગના લોકો સ્થિર લગ્નમાં મહાલક્ષ્મીની પૂજા કરે છે.
અમાવસ્યાની રાત્રે જે પણ સ્થિર લગ્નમાં મહાલક્ષ્મીની પૂજા કરે છે, તેઓ તેમના ઘરમાં દેવી લક્ષ્મીની સ્થિરતાનો અનુભવ કરશે. ચાર સ્થિર લગ્ન છે: પહેલુ વૃષભ,બીજુ સિંહ, ત્રીજું વૃશ્ચિક અને ચોથુ કુંભ.
સામાન્ય રીતે દિવાળીની રાત્રે વૃષભ લગ્ન હોય છે, જે દરમિયાન દરેક વ્યક્તિ મહાલક્ષ્મીની પૂજા કરે છે. સિંહ લગ્ન સવારે 1:19 થી 3:33 ની વચ્ચે થાય છે. આ સમય દરમિયાન કાળી રાત હોય છે. જે વિશેષ ફાયદાકારક માનવામાં આવે છે.
શ્રીયંત્રની સ્થાપના
શ્રીયંત્રની સ્થાવના કેસરયુક્ત ગાયના દૂધથી શ્રીયંત્રનો અભિષેક કરી શ્રીમંત્રનો જાપ ચાલુ રાખો. શ્રીયંત્ર એ દસ મહાવિદ્યાઓમાંની એક દેવી ત્રિપુરસુંદરીનું યંત્ર છે. દેવી ત્રિપુરસુંદરીને લલિતા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઐશ્વર્યની દેવી છે.
દિવાળીના દિવસે સ્ફટિક અથવા પારાના શ્રીયંત્રની સ્થાપના અને પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. જે ઘરમાં અથવા સંસ્થામાં શ્રીયંત્ર સ્થાપિત અને નિયમિત રીતે પૂજા કરવામાં આવે છે ત્યાં ક્યારેય પૈસાની અછતનો સામનો કરવો પડતો નથી.
મહાલક્ષ્મી પૂજા માટે વિધિ
જે લોકો સ્થિર લગ્નમાં પૂજા કરવા માંગે છે તેઓ સિંહ, વૃષભ અથવા કુંભ લગ્ન દરમિયાન પૂજા કરી શકે છે. આ લગ્નો દરમિયાન ઇન્દ્ર, સરસ્વતી, કુબેર, લક્ષ્મી, ગણેશ અને મા કાલીની પૂજા કરવાથી બધા શુભ કાર્યોમાં સફળતા મળે છે.
આ પણ વાંચો: છોકરીઓને રાતે ઘરની બહાર ન જવા દેવું જોઈએ...', મમતા બેનરજીના નિવેદનથી વિવાદ
દિવાળીના દિવસે કરવામાં આવતી પૂજા વિધિ
દિવાળીના દિવસે મુખ્યત્વે ભગવાન ગણેશ, લક્ષ્મી, ઇન્દ્ર, કુબેર, સરસ્વતી અને મા કાલીની પૂજા કરવામાં આવે છે. સૌથી પહેલા દુકાન કે ઘરમાં બંધનબાર લગાવો.
સાંજે, એક સ્વચ્છ બાજોઠ મુકીને તેને ગંગાજળથી શુદ્ધ કરો.
ત્યાર બાદ, ગણેશ અને લક્ષ્મી સાથે કુબેર અને શ્રી યંત્ર સ્થાપિત કરો.
પૂજા સ્થાન પર પાણીથી ભરેલો તાંબા અથવા માટીનો કળશ મૂકો.
કળશ પર કંકુથી સ્વસ્તિક બનાવો અને શ્રી લખો.
કળશની આસપાસ એક નાડાછડી બાંધો.
આંબાનાં પાન, સોપારી, સિક્કો, સર્વ ઔષધિ, પંચરત્ન અને સપ્તમાતૃકા ઉમેર્યા બાદ આ કળશ પર એક નારિયેળ મૂકો અને પૂજા કરો.
દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ખૂબ ગમે છે, તેથી લોકો કમળના ફૂલને બદલે કમળના બીજનો ઉપયોગ કરવામાં આવે છે.
લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ સામે પાંચ ઘી અથવા તેલના દીવા પ્રગટાવો.
ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી, કુબેરની પૂજા કરવી જોઈએ.
તિજોરી, રોકડ પેટી અને ખાતાવહીની પણ પૂજા કરવામાં આવે છે જેથી સમૃદ્ધિ મળે છે.

