ઘરના મંદિરમાં મોટા ભાગના લોકો કરે છે આ ભૂલ! જાણો વાસ્તુના 5 ખાસ નિયમ

Vastu Tips For House Temple: વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરનું મંદિર માત્ર પૂજા સ્થળ પુરતું નથી, પરંતુ તે આખા ઘર માટે આધ્યાત્મિક અને સકારાત્મક ઊર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીંથી આખા ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિ ફેલાય છે. વાસ્તુ શાસ્ત્ર ઘરના મંદિરનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તે મુજબ મંદિરમાં કેટલીક વસ્તુઓ રાખવી અશુભ માનવામાં આવે છે, કારણ કે તે દેવી લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં નકારાત્મક ઊર્જાનો ફેલાવો થાય છે. ચાલો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ.
આ પણ વાંચો: બે દિવસ અમાસ તો 20 કે 21 ઓક્ટોબર, ક્યારે ઉજવાશે દિવાળી? પડતર દિવસે સ્નાન-દાનનું મહત્ત્વ
તૂટેલી કે ખંડિત મૂર્તિઓ
ઘરના મંદિરમાં મૂર્તિઓ અથવા તસવીરોમાં તિરાડ પડેલી હોય અથવા ખંડિત થયેલી હોય તેવા મૂર્તિને મંદિરમાં ન રાખવી જોઈએ. વાસ્તુ અનુસાર, તૂટેલી કે ખંડિત મૂર્તિઓ નકારાત્મક ઊર્જાનો સંચાર કરે છે. આવી મૂર્તિઓને અશુભ માનવામાં આવે છે. તેથી જો કોઈપણ મૂર્તિમાં તિરાડ પડી ગઈ હોય તેને ખંડિત મૂર્તિ કહેવાય છે, જેથી આવી મૂર્તિને નદી કે પવિત્ર સ્થાનમાં વિસર્જન કરો. તમારા ઘરના મંદિરમાં નવી મૂર્તિ સ્થાપિત કરો.
ધારદાર વસ્તુઓ
ઘરના મંદિરમાં કાતર, છરી, સોય, પિન અથવા અન્ય કોઈપણ ધારદાર વસ્તુઓ મંદિરમાં ન રાખવી જોઈએ. ધારદાર વસ્તુઓને ક્રોધ અને અસ્થિરતાનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આવી વસ્તુઓ મંદિરના શાંતિ અને સકારાત્મક વાતાવરણને અસર કરે છે. આવી વસ્તુઓને પૂજા સ્થળ, રસોડામાં અથવા અન્યત્ર દૂર રાખો.
એક કરતાં વધુ શંખ ન રાખો
ઘરના મંદિરમાં એક સમયે માત્ર એક જ શંખ રાખવો શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે દરેક શંખની પોતાની ઊર્જા હોય છે. એક કરતાં વધુ શંખ રાખવાથી ઊર્જાઓનો સંઘર્ષ થાય છે અને ઘરમાં અસ્થિરતા આવી શકે છે.
ગંદા કપડાં અથવા સાવરણી
ઘરના મંદિરમાં ક્યારેય ગંદા કપડાં, સાવરણી અથવા કોઈપણ સફાઈનો સામાન ન રાખવો જોઈએ. આ વસ્તુઓને અપવિત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તેમને દેવતાઓના આસનો પાસે રાખવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. મંદિરને હંમેશા સ્વચ્છ, સુગંધિત અને વ્યવસ્થિત રાખો. પૂજા માટે વપરાતા કપડાં પણ સ્વચ્છ અને શુદ્ધ હોવા જોઈએ.
આ પણ વાંચો: મિથુન-મકર સહિત 3 રાશિના જાતકોને વેતન-સ્વાસ્થ્યમાં થશે બમ્પર લાભ, ગજકેસરી રાજયોગની અસર
માચિસ અથવા બળેલી દિવાસળી
મંદિરમાં માચિસનું બોક્સ અથવા બળેલી દિવાસળી ન રાખવી જોઈએ. બળેલી દિવાસળીને અશુદ્ધ માનવામાં આવે છે અને નકારાત્મકતા વધે છે. આ દેવી લક્ષ્મીના આગમનમાં અવરોધ ઉભો કરે છે. જો તમે દીવો પ્રગટાવવા માટે દિવાસળીનો ઉપયોગ કરો છો, તો પૂજા પછી તેને મંદિરની બહાર મુકી દો.

