Get The App

વિજયાદશમી પર શા માટે થાય છે શસ્ત્રોની પૂજા? જાણો આયુધ પૂજનનું મહત્ત્વ, મુહૂર્તનો સમય અને પૂજા વિધિ

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
વિજયાદશમી પર શા માટે થાય છે શસ્ત્રોની પૂજા? જાણો આયુધ પૂજનનું મહત્ત્વ, મુહૂર્તનો સમય અને પૂજા વિધિ 1 - image


Shastra Puja 2025:  શારદીય નવરાત્રિ વિજયાદશમી સાથે સમાપ્ત થાય છે. નવ દિવસ શક્તિની પૂજા- આરાધના કર્યા પછી દશમી તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. દેશના વિવિધ રાજ્યોમાં દશેરા પર્વ પર શસ્ત્રોની પૂજાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. આ પરંપરામાં વાહનો અને આજીવિકામાં ઉપયોગમાં લેવાતા સાધનોની પૂજા કરવાની પરંપરા છે, જેને આયુધ પૂજા પણ કહેવામાં આવે છે.

ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે શસ્ત્રોની પૂજા કરવાથી માતા દેવીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આખા વર્ષ દરમિયાન ઘરમાં સુખ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ વર્ષે નવરાત્રિનો તહેવાર પૂરા 10 દિવસનો છે. ચાલો જાણીએ કે આયુધ પૂજા ક્યારે છે અને તેનું મહત્ત્વ રહેલું છે.

આ પણ વાંચો: 27 વર્ષ બાદ નવમા નોરતે દુર્લભ સંયોગ, ધનમાં વૃદ્ધિ અને પરિવારમાં સુખ-શાંતિ માટે કરો આ ઉપાય


  • વિજયાદશમી દશેરા મુહૂર્ત - ગુરુવાર, ઓક્ટોબર 2, 2025
  • દશમી તિથિ પ્રારંભ  1 ઓક્ટોબર, 2025 સાંજે 7:01 વાગ્યે
  • દશમી તિથિ સમાપ્તિ 2 ઓક્ટોબર, 2025 સાંજે 7:10 વાગ્યે
  • શ્રવણ નક્ષત્ર પ્રારંભ  2 ઓક્ટોબર, 2025 સવારે 9:13 વાગ્યે
  • શ્રવણ નક્ષત્ર પ્રારંભ  3 ઓક્ટોબર, 2025 સવારે 9:34 વાગ્યે

ક્યારે કરવામાં આવે છે આયુધ પૂજા 

દર વર્ષે શારદીય નવરાત્રિની દશમી તિથિના રોજ શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. આ વર્ષે દશેરાની અશ્વિન શુક્લ દશમી તિથિ 2 ઓક્ટોબરના રોજ સાંજે 7:10 સુધી છે, ત્યારબાદ એકાદશી તિથિ શરૂ થશે. વિજયાદશમી પર વિજય મુહૂર્ત દરમિયાન શસ્ત્ર પૂજા કરવી વિશેષ લાભદાયી માનવામાં આવે છે.

આયુધ પૂજા 2025 માટે શુભ સમય

2 ઓક્ટોબર, 2025: શસ્ત્ર પૂજા (વિજય મુહૂર્ત): બપોરે 2:09 થી 2:56 (સમયગાળો: 47 મિનિટ). આ સમય દરમિયાન શસ્ત્ર પૂજા કરવી જોઈએ.

આયુધ પૂજાની સાચી વિધિ

દશેરાના દિવસે કરવામાં આવતી આયુધ પૂજાને પરાક્રમ, સુરક્ષા અને શક્તિનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજા સ્થળની સાફ- સફાઈ કરો. આસો માસની શુક્લ પક્ષની દશમીના દિવસે પહેલા અપરાજિતાની પૂજા કરવામાં આવે છે. ત્યાર બાદ બધા શસ્ત્રો, ઓજારો, વાહનો અને સાધનો, જેમ કે તલવારો, બંદૂકો, ધનુષ્ય અને તીર, વાહનો તેમજ મશીનરીને સાફ કરો અને તેમને સ્વચ્છ કપડા પર વ્યવસ્થિત રીતે ગોઠવો.

એ પછી તેમના પર ગંગા જળ છાંટો, હળદર, ચંદનથી તિલક કરીને ચોખા લગાવો અને ફૂલો અર્પણ કરો. શસ્ત્રો પર પવિત્ર દોરો બાંધો. આ સમય દરમિયાન, 'શસ્ત્ર દેવતા પૂજાનમ, રક્ષાકર્તા પૂજાનમ' મંત્રનો જાપ કરો. આ પછી દીવો પ્રગટાવો અને દેવી માતાનું ધ્યાન કરતી વખતે ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો.

આ મંત્રનો જાપ કરો: 'ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડયે વિચ્ચે.'

ત્યાર બાદ આરતી કરો. હવે, બંને હાથ વડે દેવી કાલીનું ધ્યાન કરો અને તમારા પરિવારની રક્ષા અને તમારા કાર્યમાં પ્રગતિ માટે પ્રાર્થના કરો.

શસ્ત્ર પૂજાનું મહત્ત્વ

ભારતમાં આદિકાળથી શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા પ્રચલિત છે. પ્રાચીન કાળમાં રાજા- મહારાજાઓ અને સમ્રાટો વિશાળ શસ્ત્ર પૂજા કરતા હતા. આ દિવસે સેનામાં પણ શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં રાજાઓ આ દિવસે સરહદ પાર કરતા હતા. એવું કહેવાય છે કે, શસ્ત્રોની પૂજા કરવાથી વ્યક્તિની હિંમત અને શક્તિ વધે છે, અને કાર્યસ્થળમાં સફળતા અને સમૃદ્ધિ આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર વાહનોને દેવી કાલીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલે એવું કહેવામાં આવે છે કે, પોતાના પ્રસનલ વાહનોની પૂજા કરવાથી દુર્ઘટનાનું જોખમ દૂર થાય છે.

આ પણ વાંચો: કન્યા અને મિથુન સહિત આ 4 રાશિના જાતકો માટે દિવાળીથી શરૂ થશે ગોલ્ડન ટાઈમ, ગુરુ ગ્રહ બનાવશે ખાસ રાજયોગ

નવરાત્રિ દરમિયાન શસ્ત્રોની પૂજા કરવાની પરંપરા

ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે એક સમય એવો આવ્યો જ્યારે મહિષાસુર નામના શક્તિશાળી રાક્ષસે સ્વર્ગ પર કબજો કર્યો. દેવતાઓએ શક્તિનું આહ્વાન કર્યું. બધાની અરજ સાંભળીને દેવી પ્રગટ થયા. ત્યારબાદ દેવતાઓએ દુષ્ટ મહિષાસુરને હરાવવા માટે દેવીને પોતાના શસ્ત્રો આપ્યા, જેનાથી દેવીએ મહિષાસુરનો વધ કર્યો. આ યુદ્ધમાં દેવતાઓના શસ્ત્રો અત્યંત ઉપયોગી સાબિત થયા. એટલે નવરાત્રિનો અંતિમ દિવસ આયુધ પૂજાની વિધિનું વિધાન છે. 


Tags :