કન્યા અને મિથુન સહિત આ 4 રાશિના જાતકો માટે દિવાળીથી શરુ થશે ગોલ્ડન ટાઇમ, ગુરુ ગ્રહ બનાવશે ખાસ રાજયોગ
Golden Time, Diwali 2025 : જ્ઞાન, ધર્મ, શિક્ષણ, ભાગ્ય અને દાન- પુણ્યના કારક ગ્રહ ગુરુને નવ ગ્રહોમાં એક વિશેષ સ્થાન મળેલુ છે. હાલમાં, ગુરુ મિથુન રાશિમાં બિરાજમાન છે અને 19 ઑક્ટોબરે ગોચર કરીને પોતાની ઉચ્ચ રાશિ, કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગુરુનું આ ગોચર ખૂબ જ ખાસ રહેશે, કારણ કે તેનાથી હંસ મહાપુરુષ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
આ પણ વાંચો : કન્યા પૂજન દરમિયાન કેમ એક છોકરાને પણ બેસાડવામાં આવે છે, જાણો શું છે બટુકનું મહત્ત્વ
દ્રિક પંચાંગ પ્રમાણે આ વર્ષે 20 ઑક્ટોબરે દિવાળીનું પર્વ મનાવવામાં આવશે. આ દરમિયાન શુભ રાજયોગનું નિર્માણ થવું દરેક માટે વિશેષ મહત્ત્વનું માનવામાં આવે છે. દિવાળીનો સમય આમ તો નવી શરુઆત અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, એવામાં જ્યારે ગ્રહોનું પણ સાથે મળવું દરેક લોકો માટે અનેકગણા લાભો વધારે છે.
જ્યોતિષીઓના કહેવા પ્રમાણે હંસ મહાપુરુષ યોગનું નિર્માણ કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે. આ સમય દરમિયાન આ રાશિઓના જાતકોને જીવનના દરેક પાસામાં પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. માન અને સન્માન વધશે, નવી કારકિર્દીની તકો ખુલશે અને તેમની નાણાકીય સ્થિતિ મજબૂત થશે.
આ રાશિના જાતકોને ખાસ લાભ મળશે
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર વરદાનરૂપ સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે. નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં લાભની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ રહેશે. જીવનમાં નવી તકો ઊભી થશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. પારિવારિક જીવન સમૃદ્ધ બનશે. વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના છે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોને તેમના શિક્ષણ અને કારકિર્દીમાં નોંધપાત્ર સફળતા મળવાની સંભાવના જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનુકૂળ પરિણામો મેળવી શકશે. તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. રોકાણ માટે આ સારો સમય રહેશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ સુવર્ણ સમય રહેશે. નોકરી કરતાં લોકોને ઉન્નતિ અને પ્રમોશનની તક મળશે. ધન-સંપત્તિ અને મિલકતમાં વૃદ્ધિ થશે. તેમના જીવનસાથી સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને વૈવાહિક સુખ ખીલશે.