નવરાત્રિ પછી ઘટસ્થાપનના કળશ અને અખંડ જ્યોતનું શું કરવું? ધન લાભ માટે કરો આ કામ
Navratri 2025: શારદીય નવરાત્રિની પવિત્ર પર્વ ચાલી રહ્યું છે. આ તહેવાર દેવી દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે. એવું કહેવાય છે કે, આ સમય દરમિયાન દેવીની વિધિવત પૂજા કરવાથી જીવનની દરેક સમસ્યાનું નિવારણ થાય છે. નવરાત્રિની શરૂઆત પ્રતિપદા તિથિ પર ઘટસ્થાપન અથવા કળશ સ્થાપનથી કરવામાં આવે છે. આ દિવસે, કળશ સ્થાપિત કરીને દેવીનું આવાહ્ન કરવામાં આવે છે. બાજોઠની પાસે જવ વાવવામાં આવે છે અને એ સાથે અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે નવરાત્રિ સમાપ્ત થયા પછી આ વસ્તુઓનું શું કરવું જોઈએ ? ચાલો આ વિશે વધુ જાણીએ.
નવરાત્રિ પછી કળશ સાથે શું કરવું
મહાનવમી સાથે નવરાત્રિ સમાપ્ત થાય છે. શાસ્ત્રોના વિદ્વાનો કહે છે કે જો તમે ઘરે માટીનો કળશ સ્થાપિત કર્યો હોય, તો તેને નદી કે તળાવમાં વિસર્જિત કરવો જોઈએ. જો તમે પિત્તળ, તાંબા કે અન્ય કોઈપણ ધાતુથી બનેલો કળશ સ્થાપિત કર્યો હોય તો તેને સંભાળીને રાખવો જોઈએ. જેથી આગામી નવરાત્રિમાં તેનો ફરીથી ઉપયોગ કરી શકાય.
કળશ ઉપર રાખવામાં આવેલ નારિયેળનું શું કરવું
નવરાત્રિના મહાનવમી પર કળશ પર મૂકેલા નારિયેળને ફોડીને પ્રસાદ તરીકે વહેંચવુ જોઈએ. આ નારિયેળનો એક ટુકડો પ્રસાદ તરીકે કન્યાઓની થાળીમાં મૂકવામાં આવે છે.
કળશમાં રહેલા પાણીનું શું કરવું?
નવરાત્રિના મહાનવમી પર કન્યાઓની પૂજા કર્યા પછી કળશમાં રહેલું પાણી ઘરના અલગ અલગ ભાગોમાં છાંટવું જોઈએ. એવું કહેવાય છે કે આ ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. તમે આ પાણી તુલસીને પણ અર્પણ કરી શકો છો.
અખંડ જ્યોતિ
નવરાત્રિના અંતે અખંડ જ્યોતિને જાતે બુઝાવશો નહીં. તેલ કે ઘી ખતમ થઈ જાય ત્યારે તે આપમેળે બુઝાવા દો. એ પછી તમે માટીના કળશ અને અન્ય પૂજા સામગ્રી સાથે તેની વાટ નદીમાં વિસર્જિત કરી દો. જો કે, દીવાને મંદિરમાં નવી વાટ બનાવીને દીવો ફરીથી પ્રગટાવી શકો છો.
કળશમાં સિક્કો
ઘટસ્થાપન પહેલા કળશમાં રાખવામાં આવેલા સિક્કો કળશમાંથી કાઢ્યા પછી આ સિક્કો કાઢીને તમારા પૈસાના ભંડારમાં અથવા તિજોરીમાં મૂકી દો. જો તમે વેપારી છો, તો તેને તમારી દુકાનના ગલ્લામાં રાખી દો, જેથી તમને શુભ ફળ મળશે.
જવ
નવરાત્રિ દરમિયાન ઉગાડવામાં આવેલા જવને નવમી તિથિ પર વિસર્જિત કરી દેવાની પરંપરા છે. નવરાત્રિ પછી તેને ગમે ત્યા ફેંકવા જોઈએ નહી. તેના બદલે પવિત્ર નદી અથવા તળાવમાં વિસર્જિત કરી દેવા જોઈએ.