સાપ્તાહિક રાશિફળ : મિથુન રાશિના જાતકોનું જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય થઈ શકે, ધન રાશિવાળાઓના જુના અટકેલા કાર્યો થાય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાપ્તાહિક રાશિફળ : આજથી ડિસેમ્બર મહિનાનું છેલ્લું તેમજ આ વર્ષનું પણ છેલ્લું સપ્તાહ (23 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર ) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી તમામ રાશિની સાપ્તાહિક રાશિ ભવિષ્ય પ્રમાણે માહિતી પ્રમાણે મિથુન રાશિના જાતકોને જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય થઈ શકે, કર્ક રાશિના જાતકોને મુસાફરીનો યોગ બને છે, તુલા રાશિના જાતકોને અચાનક કોઈ સારી તક મળશે. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.
મેષ રાશિ :
અંગત જીવનમાં શાંતિ મળે, જુના મતભેદ સુધારવાની તક મળે, જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે, નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તક મળી શકે, આરોગ્ય બાબતે કોઈ પીડા હોય તો સુધારો આવી શકે છે.
વૃષભ રાશિ:
કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને આત્મબળ, હિમતમાં વધારો થાય,વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે. માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બને છે. નવા સંબંધનો વિકાસ થાય જેનો ઉત્સાહ પણ રહે.
મિથુન રાશિ:
વાણી પર પ્રભુત્વ વધે, જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે, નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે, કોઈ અણબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે છે.
કર્ક રાશિ:
મુસાફરીનો યોગ બને છે, જેનો સંતોષ પણ મળે, આરોગ્યમાં કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે, આસપાસના વર્તુળોમાં જેમકે પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને, જુના મતભેદ ભૂલવાની તક મળે.
સિંહ રાશિ:
યાત્રા કે જાત્રાનું આયોજન થઈ શકે, વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને. આર્થિક, કૌટુંબિક બાબત સારું સુખ મળે, અશાંત મન ધીરેધીરે શાંતિ તરફ વળે, એટલે કે મનનો ઉદ્વેગ ઘટે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય.
કન્યા રાશિ:
નવા મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે, શારીરિક પીડા હોય તે ઓછી થાય જેથી રાહત અનુભવાય. તન મનમાં સ્ફૂર્તિ વધે, સાહસી વિચારો રહે, કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે, કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે છે.
તુલા રાશિ:
અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે, ખટપટથી દુર રહેવું, લાંબા અંતરની મુસાફરી પણ થઇ શકે, નાણાકીય લાભ પણ સંભવિત બને કુટુંબ માં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશી અનુભવો.
વૃશ્ચિક રાશિ:
અહમ ન વધે તેનું ધ્યાન રાખવું, વધુ વિચાર ન કરવા, વ્યવહારુ બનવું. નવી કોઈ જાણકારી મળે કે શીખવાનું બને, તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને, ભાઈ બહેન મિત્રો નો સાથ સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય
ધન રાશિ:
જુના અટકેલા કાર્યો થઈ શકે માટે પ્રયત્ન કરવો ઇચ્છનીય છે, અચાનક કોઈ સારી લાભની વાત સાંભળવા મળી શકે, નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય મતભેદ સુધારવાની તક મળે, ધીરેધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે.
મકર રાશિ:
વધુ વિશ્વાસ ન રાખવો જેથી કોઈ મનમાં અણગમો ઉભો ન થાય. તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય, મુસાફરીના યોગ છે, તેમાં ઉત્સાહ પણ વધે કોઈ ધાર્મિક કાર્ય પણ થાય તેવા યોગ બને છે, જુના પરિચિતોને મળવાના ચાન્સ પણ વધુ જણાય છે.
કુંભ રાશિ:
નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને, વ્યવસાયમાં પ્રગતિ થાય તેવા પ્રયાસ પણ લાભકારી બનતા જણાય, અણધાર્યો કોઈ લાભ પણ મળે, જુના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે, આરોગ્ય સુખાકારી પણ વધે. કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય.
મીન રાશિ:
સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે, યોગ્ય નિદાન થવાથી રાહત અનુભવાય, વિદ્યાભ્યાસ અંગે સારા યોગ બને નવું શીખવાની ઈચ્છા જાગે, તમારી લાગણી સંતોષાય, જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે, યાત્રા કે જાત્રા, ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે, નસીબ સાથ આપતું જણાય.




