Astro

સાપ્તાહિક રાશિફળ: 25 થી 31 ઓગસ્ટ, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

By GS TEAM
25 Aug 20254 mins read
TukuTouch Logo
ઓગસ્ટ મહિનાનું ચોથું સપ્તાહ એટલે કે 25 થી 31 ઓગસ્ટ, 2025, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે તે જાણીએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહ દરેક રાશિના જાતકો માટે ખાસ સૂચનો લઈને આવ્યું છે. ખાસ કરીને, વૃષભ રાશિએ ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય. તો સિંહ રાશિએ સ્વભાવમાં થોડી ધીરજ અને તકેદારી રાખવી.વૃશ્ચિક રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ.

Summarized by AI; it may make mistakes. Check important info

સાપ્તાહિક રાશિફળ: 25 થી 31 ઓગસ્ટ, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

ઓગસ્ટ મહિનાનું ચોથું સપ્તાહ એટલે કે 25 થી 31 ઓગસ્ટ, 2025, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે તે જાણીએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહ દરેક રાશિના જાતકો માટે ખાસ સૂચનો લઈને આવ્યું છે. ખાસ કરીને, વૃષભ રાશિએ ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય. તો સિંહ રાશિએ સ્વભાવમાં થોડી ધીરજ અને તકેદારી રાખવી.વૃશ્ચિક રાશિના જાતકોએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ.

આ પણ વાંચો: 30 ઓગસ્ટે 3 ગ્રહોનો મહાસંયોગ, કર્ક-વૃશ્ચિક સહિત 3 રાશિના જાતકોને બેઠા બેઠા થશે ધનલાભ

મેષ રાશિ: 

મન શાંત રાખવું અને ભાવના ઉમદા રહે તેવા પ્રયત્ન કરવા. કાંઈક કાર્યની તમન્ના વધુ થાય. તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથા શક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે.

વૃષભ રાશિ : 

કોઈપણ કામકાજ અને વાતચીતમાં ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી. ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય. તેનું ધ્યાન રાખવું હિતાવહ છે,જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી, અંગત કાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.

મિથુન રાશિ : 

પ્રસંશા થવાથી તમારામાં આત્મવિશ્વાસ અને કાર્ય રુચિ વધુ દેખાય. તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે.

કર્ક રાશિ : 

વ્યવહારુ અભિગમથી તમારા આયોજન મુજબ કાર્ય થાય, તેવી કોઈ વાત જોવા મળે. સારા પરિવર્તનનો યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે. જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. નિખાલસતા રાખવી જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે, પ્રશંસા થાય.

સિંહ રાશિ :

સ્વભાવમાં થોડી ધીરજ અને તકેદારી રાખવી. વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ રહે.

કન્યા રાશિ : 

કોઈના થકી નવા કાર્ય અંગે જાણકારી મળે કે આયોજન થઈ શકે. તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવુ બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે.

તુલા રાશિ : 

પ્રસંગ કે યાત્રા દરમિયાન જુના પરિચિતને અચાનક મળવાના યોગ બને છે, જેમાં ખુશી આનંદ સંતોષ જોવા મળી શકે. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ  જોવા મળે તેવું પણ જણાય છે, કોઈ આયોજન હશે તો કાર્ય સફળતાની સંભાવના પણ છે.

વૃશ્ચિક રાશિ : 

કોઈ ને કોઈ કાર્ય હેતુ મળવા આવે તેવુ વધુ બને. તમારા કાર્યમાં તમે વ્યસ્ત પણ વધુ રહો તેવું બનવા જોગ છે. હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. તેમજ ગેરસમજથી બચવું.

ધન રાશિ : 

વિચારોમાં સારા પરિવર્તનના કારણે કોઈ નાનાં કે મોટા કાર્ય દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે.

મકર રાશિ : 

હાલમાં દરેક બાબત ધીરજ અને ગણતરી કરવી હિતાવહ છે. તમારે વાર્તાલાપમા ચોકસાઈ રાખવી જરૂરી છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ શાંતિ આદરભાવ રાખવો ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવામાં સરળતા રહશે.

આ પણ વાંચો: અસુરોના ગ્રહ 'રાહુ'નો દોષ તમારા ઘરમાં નથી ને? જાણો લક્ષણ અને તેના ઉપાય

કુંભ રાશિ : 

અણધારી મુલાકાત થઈ શકે, તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું તેમજ ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.

મીન રાશિ : 

વાતચીતમાં આતુરતા કે અધિરાપણું વધુ જોવા મળી શકે તેમ તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે, તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં થોડી તકેદારી રાખવી સારી. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.