30 ઓગસ્ટે 3 ગ્રહોનો મહાસંયોગ, કર્ક-વૃશ્ચિક સહિત 3 રાશિના જાતકોને બેઠા બેઠા થશે ધનલાભ
Budh Gochar 2025: ગ્રહોના રાજકુમાર બુધ બુદ્ધિ, વાણી, સંવાદ, વ્યાપારના કારક છે. કુંડલીમાં બુધ શુભ હોય તો જાતક મોટો વેપારી બની શકે છે. 30 ઓગસ્ટના રોજ બુધ ગોચર કરીને સૂર્યની રાશિ સિંહમાં આવી રહ્યા છે.
જ્યોતિષશાસ્ત્રમાં અનુસાર બુધ ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. હાલમાં તે બુધ કર્ક રાશિમાં છે. 30 ઓગસ્ટના રોજ બુધ ગોચર કરશે અને 15 સપ્ટેમ્બર સુધી બુધ સિંહ રાશિમાં જ રહેશે.
આ પણ વાંચો: અસુરોના ગ્રહ 'રાહુ'નો દોષ તમારા ઘરમાં નથી ને? જાણો લક્ષણ અને તેના ઉપાય
બુધનો સિંહ રાશિમાં પ્રવેશ કરવાથી 2 ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. હકીકતમાં સૂર્ય અને કેતુ ગ્રહો પહેલાથી જ સિંહ રાશિમાં બિરાજમાન છે. સૂર્ય 1 વર્ષ પછી પોતાની રાશિમાં આવી ગયો છે અને 17 સપ્ટેમ્બર સુધી રહેશે. બુધ ગોચરને કારણે સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને કેતુની યુતિથી ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. ઉપરાંત, સૂર્ય અને બુધનો યુતિ બુધાદિત્ય રાજયોગ બનાવશે.
સૂર્યની રાશિમાં 3 ગ્રહોનો મહાસંયોગ અને બુધાદિત્ય રાજયોગ 30 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી પ્રભાવી રહેશે. જેના કારણે 3 રાશિના લોકોને વિશેષ લાભ મળશે. એટલે એવુ કહેવાય છે કે, સપ્ટેમ્બર મહિનાની શરૂઆત આ લોકો માટે ખૂબ ધમાકેદાર રહેશે.
કર્ક રાશિ
સપ્ટેમ્બરના પહેલા 15 દિવસ કર્ક રાશિના લોકોને ઘણો લાભ આપશે. તમારી જૂની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. કામ સારું રહેશે. માન-સન્માન વધશે. વ્યવસાયમાં મોટો નફો થઈ શકે છે. એકંદરે, જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો થઈ શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે આ સમય અચાનક નાણાકીય લાભ અપાવી શકે છે. અટકેલા નાણાં પરત મળવાની પણ શક્યતા છે. રોકાણકારોને પણ મોટો ફાયદો થશે. તમે તમારા કરિયરમાં પ્રગતિ કરી શકો છો. વ્યવસાયમાં તેજી આવી શકે છે. જીવનમાં સ્થિરતા અને શાંતિનો અનુભવ કરશો.
આ પણ વાંચો: ગણપતિ બાપ્પાની સ્થાપના પહેલા વાસ્તુ નિયમોનું રાખજો ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન
ધન રાશિ
ધન રાશિના લોકોને સપ્ટેમ્બરની શરુઆતનાં પહેલા 15 દિવસમાં બનતો મહાસંયોગ ખૂબ જ ખાસ પરિણામો આપશે. નાણાકીય લાભ થશે. નોકરી કરતા લોકોને નવી નોકરીની ઓફર મળી શકે છે. જે કામ અત્યાર સુધી રોકાયેલું છે તે, હવે ઝડપથી પૂર્ણ થશે.