સાપ્તાહિક રાશિફળ: 04થી 10 મે 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Weekly Horoscope : 04થી 10 મે 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં મુસાફરીના યોગ, ભાઈ-બહેન અને મિત્રોનો સાથ સહકાર રહે. જ્યારે કોઈ ગેરસમજ કે તકરાર ન થાય તે માટે શું સાવચેતી રાખવી, ચાલો જાણીએ વિગતે.
મેષ:
અહમ ન વધે તેનું ધ્યાન રાખવું. વધુ વિચાર ન કરવા અને વ્યવહારુ બનવું. નવી કોઈ જાણકારી કે શીખવાનું બને. તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને. ભાઈ-બહેન અને મિત્રોનો સાથ સહકાર વધે અને ઉત્સાહ પણ સારો જળવાય.
વૃષભ:
તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય, મુસાફરીના યોગ છે. તેમાં ઉત્સાહ પણ વધે, કોઈ ધાર્મિક કાર્ય પણ થાય તેવા યોગ બને છે. જૂના પરિચિતોને મળવાના ચાન્સ પણ વધુ જણાય છે.
મિથુન:
નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને. વ્યવસાયમાં પ્રગતિ થાય તેવા પ્રયાસ પણ લાભકારી બનતા જણાય. અણધાર્યો કોઈ લાભ પણ મળે. જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે. આરોગ્ય સુખાકારી પણ વધે. કૌટુંબિક કાર્યમાં યોગદાન પણ આપી શકાય.
કર્ક:
સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે. યોગ્ય નિદાન થવાથી રાહત અનુભવાય, વિદ્યાભ્યાસ અંગે સારા યોગ બને. નવું શીખવાની ઈચ્છા જાગે, તમારી લાગણી સંતોષાય, જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે. યાત્રા કે જાત્રા, ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે, નસીબ સાથ આપતું જણાય.
સિંહ:
અંગત જીવનમાં શાંતિ મળે, જૂના મતભેદ સુધારવાની તક મળે. જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે. નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તક મળી શકે. આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે.
કન્યા:
કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને. આત્મબળ, હિંમતમાં વધારો થાય, વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારું રહે. માન પ્રતિષ્ઠામાં વધારો આવી શકે, નવા સંબંધનો વિકાસ થાય જેનો ઉત્સાહ પણ રહે.
તુલા:
વાણી પર પ્રભુત્વ વધે, જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે. નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે. કોઈ અણબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે.
વૃશ્ચિક:
મુસાફરીના યોગ બને છે જેનો સંતોષ પણ મળે. આરોગ્યમાં કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે. આસપાસના વર્તુળોમાં જેમકે પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને. જૂના મતભેદ ભૂલવાની તક મળે.
ધન:
યાત્રા કે જાત્રાનું આયોજન થઈ શકે. વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને. આર્થિક, કૌટુંબિક બાબત સારું સુખ મળે. અશાંત મન ધીરેધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે અને કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય.
મકર:
નવા મિત્રો-પરિચિતો સાથે સંબંધ વધે, તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે. શારીરિક પીડા હોય તે ઓછી થાય જેથી રાહત અનુભવાય, તન-મનમાં સ્ફૂર્તિ વધે, સાહસી વિચારો રહે, કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે, કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે.
કુંભ:
અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે. ખટપટથી દૂર રહેવું, લાંબા અંતરની મુસાફરી પણ થઈ શકે, નાણાકીય લાભ પણ સંભવિત બને. કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો તેનો સંતોષ અને ખુશી અનુભવો.
મીન:
વધુ વિશ્વાસ ન રાખવો જેથી કોઈ મનમાં અણગમો ઉભો ન થાય. તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય, મુસાફરીના યોગ છે તેમાં ઉત્સાહ પણ વધે. કોઈ ધાર્મિક કાર્ય પણ થાય તેવા યોગ બને છે. જૂના પરિચિતોને મળવાના ચાન્સ પણ વધુ જણાય છે.









