વાસ્તુ ટિપ્સ: ઘર માટે અશુભ મનાય છે આ છોડ અને વૃક્ષ, નકારાત્મક ઉર્જા આવતી હોવાની માન્યતા
Vastu Tips: વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કેટલાક છોડ અશુભ માનવામાં આવે છે. આવા છોડ ઘરમાં ન લગાવવા જોઈએ. એવું કહેવાય છે કે, તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. એવા અનેક છોડ છે, જે આપણામાંથી ઘણા લોકો ઘરમાં રાખતા હોય છે. એટલે આવા છોડ ઘરમાં લગાવતાં પહેલા તેના વિશે જાણી લો, કે છોડ લગાવવાથી ઘરમાં પોઝિટિવ ઉર્જા રહેશે કે નહીં. જો તમે પણ જાણવા માંગો છો, તો આ માહિતી તમારા માટે મહત્ત્વની છે.
આ પણ વાંચો: 100 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે અદ્ભુત યોગ, આ 3 રાશિઓના ચમકશે ભાગ્ય
આમલીનો છોડ
આમલીનું ઝાડ ઘરમાં ન રાખવું જોઈએ. વાસ્તુ અનુસાર, એવું કહેવાય છે કે, તે નકારાત્મક ઉર્જા લાવે છે. આનાથી ઘરનું વાતાવરણ ખૂબ જ ઉદાસ અને દુ:ખમય થઈ જાય છે.
બાવળનું ઝાડ
ઘરમાં બાવળનું ઝાડ પણ ન લગાવવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તેને ઘરમાં લગાવવાથી ખરાબ શક્તિઓ અને નકારાત્મક ઉર્જા આવે છે. તેથી, ભૂલથી પણ તેને ઘરમાં ન લાવો.
વેલ
જો તમારા ઘરમાં વેલો હોય અને તે દીવાલ પર ચઢી રહ્યો હોય, તો વાસ્તુ અનુસાર તે યોગ્ય નથી. આવા છોડને દીવાલ પર ના લગાવવો જોઈએ અને બીજી કોઈ વસ્તુની મદદથી ઉગાડવો જોઈએ.
સૂકા છોડ
ઘરમાં સૂકા છોડ પણ ન લગાવવા જોઈએ. જો તેને ઘરમાં રાખવામાં આવે તો, આ નકારાત્મક શક્તિઓને આમંત્રણ આપે છે. તેથી, જો કોઈ છોડ સૂકાઈ ગયો હોય, તો તેને તાત્કાલિક કાઢીને દૂર કરો.