100 વર્ષ બાદ રક્ષાબંધન પર બની રહ્યો છે અદ્ભુત યોગ, આ 3 રાશિઓના ચમકશે ભાગ્ય
Raksha Bandhan 2025: ભાઈ બહેનના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ પર્વને હિન્દુ ધર્મમાં ખૂબ ખાસ માનવામાં આવે છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને બદલામાં ભાઈ તેની સુરક્ષાનું વચન આપે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 9 ઑગસ્ટ 2025ના રોજ મનાવવામાં આવશે. દર વર્ષ શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાએ રક્ષાબંધન મનાવવામાં આવે છે.
આ પણ વાંચો: 'ગટરના કીડાને અમૃત કુંડ પસંદ નહીં આવે', વિરોધીઓને પ્રેમાનંદ મહારાજનો જવાબ
આ વખતે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. કારણ કે, 100 વર્ષ બાદ રક્ષાબંધનના દિવસે પંચક અને ભદ્રાનો છાયો રહેશે નહીં. આ સાથે આ દિવસ સૂર્ય- શનિની નવપંચમ યોગનું નિર્માણ, મંગળ-શનિનો સમસપ્તક યોગ અને મંગળ રાહુની સાથે ષડાષ્ટક યોગનું નિર્માણ થવા જઈ રહ્યો છે. જ્યોતિષીઓના કહેવા પ્રમાણે આ દરેક યોગના કારણ રક્ષાબંધનનો તહેવાક કેટલીક રાશિઓ માટે લાભદાયી થવાનો છે.
ધન રાશિ:
રક્ષાબંધન પર બની રહેલા આ સંયોગને કારણે ધન રાશિના જાતકોને સંપત્તિ દ્વારા લાભ પ્રાપ્ત થશે. જીવનશૈલી સારી રહેશે. વ્યાપારિક યાત્રાઓની સંભાવના છે, જેથી આર્થિક લાભ થવાની સંભાવના છે. આ સમય તમારા માટે અનુકૂળ રહેશે. તમને કાર્યોમાં સફળતા મળશે.
મકર રાશિ
આ સમયમાં મકર રાશિના કાર્યક્ષેત્રમાં ઉન્નતિનો યોગ બની રહ્યો છે.સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મકર રાશિ માટે આ સમયગાળો ખૂબ લાભદાયી રહેશે, જેમાં તમને વિવિધ ક્ષેત્રોમાં સફળતા અને લાભ પ્રાપ્ત થશે.
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે આ ગોચર ખૂબ અનુકૂળ રહેશે, જેના કારણ પરિણીત લોકોના જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. નોકરીમાં ઇચ્છા મુજબનું પદ પ્રાપ્ત કરી શકશો અને નવા લોકો સાથે મિત્રતા થશે. જે ભવિષ્યમાં આર્થિક લાભનું કારણ બનશે.