Astro

વાસ્તુ ટિપ્સ: રસોડામાં ક્યારેય ન રાખવી જોઈએ આ 3 વસ્તુ, ઘરમાં નહીં ટકે પૈસા

By GS TEAM
29 Jul 20252 mins read
TukuTouch Logo
ઘરમાં દરેક ખૂણો મહત્ત્વપૂર્ણ હોય છે, પણ રસોઈઘરને સૌથી ખાસ માનવામાં આવે છે. રસોઈઘરને માતા અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે, જે અન્ન અને સમૃદ્ધિની દેવી છે. એવું કહેવાય છે કે રસોઈઘરમાં સાફ-સફાઇ અને ત્યાં રાખેલી વસ્તુની સીધી અસર ઘરની લક્ષ્મી, સ્વાસ્થ્ય અને સુખ શાંતિ પર પડે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાસ્તુ ટિપ્સ: રસોડામાં ક્યારેય ન રાખવી જોઈએ આ 3 વસ્તુ, ઘરમાં નહીં ટકે પૈસા

Kitchen Vastu Tips: ઘરમાં દરેક ખૂણો મહત્ત્વપૂર્ણ હોય છે, પણ રસોઈઘરને સૌથી ખાસ માનવામાં આવે છે. રસોઈઘરને માતા અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે, જે અન્ન અને સમૃદ્ધિની દેવી છે. એવું કહેવાય છે કે રસોઈઘરમાં સાફ-સફાઇ અને ત્યાં રાખેલી વસ્તુની સીધી અસર ઘરની લક્ષ્મી, સ્વાસ્થ્ય અને સુખ શાંતિ પર પડે છે. જે લોકો જીવનમાં સફળ અને સમૃદ્ધ હોય છે તે રસોઇઘરની જોડાયેલા ખાસ નિયમોનું પાલન કરે છે. આ નિયમોને અપનાવવાથી ઘરમાં હંમેશાં સકારાત્મક ઉર્જા રહે છે અને ધનની દેવી માં લક્ષ્મીની કૃપા પણ યથાવત્ રહે છે.

આ પણ વાંચો : મેષ અને મિથુન સહિત આ 3 રાશિના જાતકો 13 સપ્ટેમ્બર સુધી સાચવજો, શનિ અને મંગળના કારણે અશુભ યોગ

તુટેલા વાસણ ન રાખવા જોઈએ 

જો વાસણ તૂટી જાય, જેમ કે ગ્લાસ, પ્લેટ, કપ કે વાટકો, તો તેને રસોડામાં રાખવું નહીં. તૂટેલા વાસણોને લીધે ઘરમાં નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે અને તેની અસર ઘરની સુખ-શાંતિ પર પડે છે. રસોઈઘરમાં સાફ-ચોખ્ખા વાસણો જ હોવા જોઈએ. 

બૂટ-ચપ્પલ અને ગંદા કપડા

રસોડાને મંદિરની જેમ પવિત્ર માનવામાં આવે છે. ત્યાં બૂટ-ચપ્પલ પહેરીને ન જવું અને ન ત્યાં ગંદા કપડાં રાખવા. આથી માં લક્ષ્મી નારાજ થઈ શકે છે અને ધનની અછત થઈ શકે છે.

આ પણ વાંચો: વર્ષમાં માત્ર 24 કલાક માટે ખુલે છે ભોળાનાથ અને નાગ દેવતાનું આ મંદિર, કાલસર્પ દોષથી મળે છે મુક્તિ