મેષ અને મિથુન સહિત આ 3 રાશિના જાતકો 13 સપ્ટેમ્બર સુધી સાચવજો, શનિ અને મંગળના કારણે અશુભ યોગ
Mangal Gochar 2025: મંગળ ગોચર કરીને કન્યા રાશિમાં આવી ગયા છે અને 13 સપ્ટેમ્બર 2025 સુધી કન્યા રાશિમાં જ રહેશે. એ પછી તુલા રાશિમાં પ્રવેશ કરશે. ત્યારે હાલમાં ન્યાયના કારક દેવતા શનિ મીન રાશિમાં ગોચર કરશે.
આ પણ વાંચો: મંદિરમાં અપાતી 4 વસ્તુઓ ક્યારેય ન સ્વીકારશો, નહીંતર ઘરમાં પ્રવેશી જશે નકારાત્મક ઊર્જા!
મંગળ કન્યા રાશિમાં છે અને શનિ મીન રાશિમાં છે. જેના કારણે મંગળ અને શનિની વચ્ચે સમસપ્તક યોગ બની રહ્યો છે. જ્યોતિષમાં શનિ અને મંગળ બંનેને દુશ્મન ગ્રહો માનવામાં આવે છે, આ સાથે બંને ગ્રહો ઉગ્ર ગ્રહો છે. આ બાજુ બંને દુશ્મન ગ્રહ શનિ અને મંગળ સામ સામે આવતાં 3 રાશિઓ માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ 3 રાશિવાળાઓને 13 સપ્ટેમ્બરે મંગળને તુલા રાશિમાં ગોચર કરવા સુધી સાવધાન રહેવું જરુરી છે નહીંતર મોટુ નુકસાન થઈ શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોએ આ સમયગાળામાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઑફિસમાં સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે. અંગત જીવનમાં સંબંધોમાં તિરાડ પડી શકે છે. તમારી વાણી પર સંયમ રાખવો જરુરી છે. આવક કરતાં વધુ ખર્ચ થઈ શકે છે. કોઈ પણ નિર્ણય સાવધાનીપૂર્વક લેવો જોઈએ.
મિથુન રાશિ
મિથુન રાશિવાળાઓએને પણ આ સમય ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમે તણાવમાં રહી શકો છો. નાણાકીય વ્યવહારો બગડી શકે છે. પૈસાની તંગી હેરાન કરી શકે છે. વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી કોઈ વાદ વિવાદ ન થાય. કરિયરની બાબતમાં ઉતાર ચડાવ આવી શકે છે. તમારી છબી બગડી શકે છે.
આ પણ વાંચો: નાગ પંચમીથી ધન-મકર સહિત 3 રાશિના જાતકોને થશે મોટો લાભ, બની રહ્યો છે આ દુર્લભ યોગ
કર્ક રાશિ
કર્ક રાશિવાળાઓેને આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. સારું યોગ્ય બજેટ બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે નહીંતર ખર્ચા વધી શકે છે અને લોન લેવાનો વારો આવી શકે છે. તેથી આ સમયગાળામાં સમજી વિચારીને નિર્ણય કરવા હિતાવહ છે. હાલમાં કોઈ પણ રોકાણ કરવાનું ટાળવું.