વાસ્તુ શાસ્ત્ર મુજબ દરરોજ રાતે સૂતા પહેલા કરો 3 કામ, ભાગ્યના દ્વાર ખુલશે, જીવન ખુશહાલ થશે
Vastu Tips: હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, વાસ્તુ શાસ્ત્રોના નિયમોનું પાલન કરવાથી જીવનની અનેક મુશ્કેલીઓમાંથી છૂટકારો મળી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં સુખી જીવન માટે અનેક નિયમો જણાવવામાં આવ્યા છે. જે મુજબ, રાત્રે સૂતા પહેલાં અમુક કામ જરૂર કરી લેવા જોઈએ. એવી માન્યતા છે કે, આમ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે અને આર્થિક સમસ્યા દૂર થાય છે. આ સિવાય માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે પણ આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
મુખ્ય દ્વારની સફાઈ
શાસ્ત્રો અનુસાર, રાત્રે સૂતા પહેલા ઘરના મુખ્ય દ્વારની આજુબાજુની જગ્યાને સારી રીતે સાફ રાખવી જોઈએ. કારણ કે, માતા લક્ષ્મી સ્વચ્છ જગ્યાએ જ વાસ કરે છે. ખાસ કરીને ઉત્તર દિશાની સાફ-સફાઈનું વિશેષ ધ્યાન રાખો. કારણ કે, આ દિશા ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીની માનવામાં આવે છે.
મંદિર શુદ્ધતા
એવી માન્યતા છે કે, દિવસમાં ઉપયોગમાં લેવાતા ફૂલને રાત્રે મંદિરમાં ન રાખવા જોઈએ. સાંજે જૂના ફૂલને દૂર કરી દેવા જોઈએ. આવું કરવાથી મંદિર પવિત્ર રહેશે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.
આ પણ વાંચોઃ શિવલિંગ પર બિલિપત્ર ચઢાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું, પૂજાનું પૂરુ ફળ મળશે!
કપૂર અને લવિંગનો ધૂપ
શાસ્ત્રો અનુસાર, ઘરની નકારાત્મકતાને દૂર કરવા માટે રાત્રે કપૂરમાં લવિંગ નાંખીને સૂઈ જાવ. તેનાથી માહોલ શુદ્ધ થશે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. આ સાથે જ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આ ઉપાય દર શનિવારે કરવો જોઈએ.