વાસ્તુ ટિપ્સ: સૂવાની દિશા, અરીસો અને પાણી... ઘરમાં બેડરૂમમાં આ ભૂલના કારણે આવી શકે છે દરિદ્રતા
Image Envato |
Bedroom Vastu: વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બેડરુમ માત્ર આરામનું સ્થાન નથી, પરંતુ ઘરની સકારાત્મક ઉર્જાનું પ્રમુખ કેન્દ્ર છે. જો તેમાં વાસ્તુ સાથે જોડાયેલી કેટલીક સામાન્ય ભૂલો થઈ જાય તો, તે માનસિક તણાવ સાથે સાથે આર્થિક સમસ્યાનું કારણ પણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે બેડરુમ સાથે જોડાયેલ વાસ્તુદોષ ઘરમાં ઝઘડા, આર્થિક સંકટ, પતિ - પત્નીમાં વિવાદ વગેરે જેવી સમસ્યાઓ પેદા થાય છે. આવો બેડરુમમાં વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે શું શું ખ્યાલ રાખવો જરુરી છે.
બેડરૂમમાં સૂતી વખતે માથું ઉત્તર દિશામાં ન હોવું જોઈએ. આ દિશા નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. તેના બદલે દક્ષિણ કે પૂર્વ દિશામાં માથું રાખીને સૂવું શુભ માનવામાં આવે છે, જે માનસિક શાંતિ અને આર્થિક સ્થિરતા લાવે છે.
આ પણ વાંચો : વૃશ્ચિક અને કુંભ સહિત આ 4 રાશિના જાતકોને મળશે પદ અને પૈસા, શનિના નક્ષત્રમાં બુધનું ગોચર
અરીસાની જગ્યા
અરીસો ક્યારેય પલંગની સામે ન હોવો જોઈએ. જો સૂતી વખતે અરીસામાં તમારું પ્રતિબિંબ દેખાય છે, તો તે નકારાત્મક ઉર્જામાં વધારે કરે છે અને તણાવ અને દરિદ્રતાનું કારણ બની શકે છે. અરીસો ઉત્તર કે પૂર્વ દિશામાં રાખો અને રાત્રે તેને કપડાથી ઢાંકી દો.
સાફ - સફાઈ અને વ્યવસ્થિતતા
ગંદો કે અવ્યવસ્થિત બેડરૂમ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે. બેડરૂમને હંમેશા સ્વચ્છ, હવાદાર અને સુવ્યવસ્થિત રાખો. નકામી વસ્તુઓ દૂર કરો અને પલંગ નીચે કંઈપણ ન રાખો. આનાથી ઉર્જાનો પ્રવાહ રહે છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે.
બીમ નીચે બેડ ન રાખવો જોઈએ
છતના બીમ નીચે ક્યારેય બેડ મૂકવો ન જોઈએ. આમ કરવાથી માનસિક તણાવ અને નાણાકીય અવરોધો ઉભા થાય છે. જો જગ્યા મર્યાદિત હોય તો તેની નકારાત્મક અસર ઘટાડવા માટે બીમને સજાવટથી છુપાવી દો, જેથી તેની અસર ઘટી જશે.
ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ
બેડરૂમમાં ટીવી, મોબાઇલ, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સનો વધુ પડતો ઉપયોગ ઊંઘ અને માનસિક શાંતિને ખલેલ પહોંચાડે છે. આ બધી વસ્તુઓને બેડથી દૂર રાખો અથવા બેડરૂમને ગેજેટ-મુક્ત ઝોન બનાવો.
દિવાલોનો કલર
બેડરૂમમાં કાળા અથવા ઘેરા ભૂરા જેવા ઘેરા રંગોનો ઉપયોગ ન કરવો જોઈએ. આ રંગો નકારાત્મકતા અને નાણાકીય અસ્થિરતા વધારી શકે છે. તેના બદલે સફેદ, ગુલાબી અથવા આછો વાદળી જેવા હળવા કલરોનો ઉપયોગ કરો. જેથી ઘરમાં શાંતિ અને સકારાત્મકતા આવશે.
પાણી સંબંધિત વસ્તુઓ ન રાખો
બેડરૂમમાં માછલીઘર, ફુવારો અથવા પાણીવાળી તસવીરો ન રાખવી જોઈએ. આ વાસ્તુ દોષ પેદા કરે છે અને નાણાકીય સમસ્યાઓ વધારો કરી શકે છે. તેના બદલે, પ્રકૃતિ, ફૂલો અથવા સૂર્યની તસવીરો રાખવી જોઈએ.