ઘરના દરવાજે તુલસીના મૂળીયા બાંધી દો, ઘરમાં પૈસા ક્યારેય નહીં ખૂટે!
Vastu Shastra : શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે, ત્યાં ક્યારેય દરિદ્રતા પ્રવેશ કરતી નથી, માઈલો દૂર રહે છે અને સદાય માં લક્ષ્મીના આશીર્વાદ બની રહે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે જો તમે સુકી તુલસીના મુળનો એક ઉપાય કરવામાં આવે તો ઘરમાં સુખ- શાંતિ આવે છે અને આર્થિક સ્થિતિ સારી થાય છે. આવો જાણીએ કે, આ દિવ્ય ઉપાય કરવાથી નાણાકીય તંગીની સાથે સાથે વાસ્તુ દોષને પણ દૂર કરવામાં મદદરુપ થાય છે.
મુખ્ય દરવાજા ઉપર બાંધો ખાસ વસ્તુ
શાસ્ત્રો પ્રમાણે તુલસીના મૂળને મુખ્ય દરવાજા પર બાંધવાથી માં લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં હંમેશા ધન અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.
કેવી રીતે કરશો આ ઉપાય
સૌથી પહેલા સુકાઈ ગયેલા તુલસીના મૂળ લઈ આવો. પછી એક લાલ કપડું લો અને તેમાં થોડા ચોખા મુકો. હવે તુલસીના મૂળને ચોખા સાથે તે કપડાંમાં લપેટીને લાલ રંગની નાડાછડીથી બાંધી દો. આ પોટલીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર ઉપરની બાજુમાં એવી રીતે બાંધી દો, કે જેથી બહારના ભાગે સ્પષ્ટ દેખાય.
આ પણ વાંચો: Pitru Paksha 2025: પિતૃ પક્ષ ક્યારથી શરૂ થશે? જાણો તારીખ અને શ્રાદ્ધ-તર્પણનું મહત્ત્વ
આમ કરવાથી શું લાભ થશે
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ ઉપાય નકારાત્મક ઉર્જાને ઘરથી દૂર રાખે છે અને ઘરમાં રહેતા લોકોનું આરોગ્ય સારુ રહે છે અને જીવનમાં ક્યારેય ધનની કમી થવા દેતું નથી.