Pitru Paksha 2025: પિતૃ પક્ષ ક્યારથી શરૂ થશે? જાણો તારીખ અને શ્રાદ્ધ-તર્પણનું મહત્ત્વ
Image AI |
Pitru Paksha 2025: પિતૃ પક્ષ 2025 દરમિયાન પિતૃઓની આત્માને શાંતિ માટે તર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ જેવા કર્મ કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ સમયે પિતૃઓ ધરતી પર આવે છે અને તેમના વંશજો પાસે તર્પણની અપેક્ષા રાખે છે. આ સમયગાળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને જરૂરિયાતમંદોને દાન કરવું ખાસ ફળદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃ દોષથી રાહત મળે છે અને પૂર્વજોની કૃપાથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે. ચાલો જાણીએ કે પિતૃ પક્ષ 2025 ક્યારે શરૂ થઈ રહી છે.
આ પણ વાંચો: નોકરીઓ પર સંકટ, દુર્ઘટનાઓ થવાની આશંકા! 28 જુલાઈ સુધીનો સમય ભારે, બચવા માટે કરો આ ઉપાય
ક્યારથી શરુ થાય છે પિતૃ પક્ષ 2025
વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બર 2025, રવિવારથી શરૂ થઈ રહ્યો છે. ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:41 વાગ્યે શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 11:38 વાગ્યે સમાપ્ત થશે. ત્યારે 7 સપ્ટેમ્બરથી જ પિતૃ પક્ષની વિધિવત શરુઆત માનવામાં આવશે. પિતૃ પક્ષનું સમાપન 21 સપ્ટેમ્બર 2025ના રોજ સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે થશે.
પિતૃ પક્ષ 2025 તારીખો
પૂર્ણિમા શ્રાદ્ધ 07 સપ્ટેમ્બર 2025, રવિવાર
પ્રતિપદા શ્રાદ્ધ 08 સપ્ટેમ્બર 2025, સોમવાર
દ્વિતિય શ્રાદ્ધ 09 સપ્ટેમ્બર 2025, મંગળવાર
તૃતીય શ્રાદ્ધ 10 સપ્ટેમ્બર 2025, બુધવાર
ચતુર્થી શ્રાદ્ધ 10 સપ્ટેમ્બર 2025, બુધવાર
પાંચમુ શ્રાદ્ધ 11 સપ્ટેમ્બર 2025, ગુરુવાર
મહા ભરણી 11 સપ્ટેમ્બર 2025, ગુરુવાર
છઠ્ઠનું શ્રાદ્ધ 12 સપ્ટેમ્બર 2025, શુક્રવાર
સાતમું શ્રાદ્ધ 13 સપ્ટેમ્બર 2025, શનિવાર
અષ્ટમી શ્રાદ્ધ 14 સપ્ટેમ્બર 2025, રવિવાર
નવમું શ્રાદ્ધ 15 સપ્ટેમ્બર 2025, સોમવાર
દશમું શ્રાદ્ધ 16 સપ્ટેમ્બર 2025, મંગળવાર
એકાદશી શ્રાદ્ધ 17 સપ્ટેમ્બર 2025, બુધવાર
બારસનું શ્રાદ્ધ 18 સપ્ટેમ્બર 2025, ગુરુવાર
તેરસનું શ્રાદ્ધ 19 સપ્ટેમ્બર 2025, શુક્રવાર
માઘ શ્રાદ્ધ 19 સપ્ટેમ્બર 2025, શુક્રવાર
ચૌદશનું શ્રાદ્ધ 20 સપ્ટેમ્બર 2025,શનિવાર
સર્વપિત્રી અમાવસ્યા 21 સપ્ટેમ્બર 2025, રવિવાર
પિતૃ પક્ષનું મહત્ત્વ
પિતૃ પક્ષને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે, જે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષમાં 16 દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન પૂર્વજોની આત્માને શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન જેવા ધાર્મિક કાર્યો કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસોમાં પૂર્વજો તેમના વંશજો પાસેથી તર્પણની અપેક્ષા સાથે પૃથ્વી પર આવે છે. જે બાળકો તેમને ભક્તિભાવથી યાદ કરે છે અને તર્પણ કરે છે, તેમને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જેથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે અને પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે.
ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે પિતૃઓના દેવામાંથી મુક્તિ મેળવવા માટે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ગંગા સ્નાન, બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દાન કરવું એ પુણ્યદાયી હોય છે. પિતૃઓને સંતુષ્ટ કરવાથી વંશમાં સમૃદ્ધિ, સંતાન સુખ અને કુળની ઉન્નતિ થાય છે. તેથી, પિતૃ પક્ષને ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાથી ઉજવવો ખૂબ જ જરુરી છે.