અમદાવાદથી 2000 કિમી દૂર મહાદેવના આ મંદિરમાં ઈન્દ્રના હાથી ઐરાવતે કરી હતી પૂજા, પગથિયાંમાંથી સંભળાય છે મધુર સ્વર
Image IANS |
Ancient Shiva temple India : હાલમાં ભગવાન શિવને સમર્પિત પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભોલેનાથના દરેક મંદિર ભક્તિ અને ચમત્કારો સાથે જોડાયેલા છે. આવું જ એક મંદિર તમિલનાડુના કુંભકોણમ નજીક દારાસુરામમાં આવેલું છે, જેનું નામ ઐરાવતેશ્વર મંદિર છે. જે ઇતિહાસ, કલા અને સ્થાપત્યનો ખજાનો છે.
આ શિવ મંદિરનું નિર્માણ 12મી સદીમાં ચોલ રાજા રાજરાજા બીજા દ્વારા થયું
ઈન્દ્રના હાથી ઐરાવત સાથે જોડાયેલું આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ નથી, પરંતુ ઇતિહાસ, કલા અને સ્થાપત્યનો ખજાનો છે. આ શિવ મંદિર 12મી સદીમાં ચોલ રાજા રાજરાજા બીજા દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેનું નામ ઇન્દ્રના સફેદ હાથી 'ઐરાવત' પરથી રાખવામાં આવ્યું છે. પૌરાણિક કથા પ્રમાણે ઐરાવત અહીં મહાદેવની પૂજા કરી હતી.
![]() |
Image IANS |
મૃત્યુના દેવતા યમે પણ અહીં સ્નાન - પૂજા કરીને વરદાન મેળવ્યું
પૌરાણિક કથા અનુસાર, ઋષિ દુર્વાસાના શ્રાપને કારણે ઇન્દ્રનો સફેદ હાથી ઐરાવત તેનો રંગ ખોઈ ચૂક્યો હતો. તેણે મંદિરના પવિત્ર જળમાં સ્નાન કરીને અને શિવની પૂજા કરીને પોતાનો રંગ પાછો મેળવ્યો. એ જ રીતે શ્રાપથી પીડાતા મૃત્યુના દેવતા યમે પણ અહીં સ્નાન - પૂજા કરીને વરદાન મેળવ્યું હતું. તેથી આ શિવ મંદિરમાં યમરાજની છબી પણ અંકિત છે.
ચોલ રાજવંશ દ્વારા બાંધવામાં આવેલા ત્રિમૂર્તિ મંદિરોનો એક ભાગ
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવિષ્ટ આ શિવાલય, ચોલ રાજવંશ દ્વારા બાંધવામાં આવેલા ત્રિમૂર્તિ મંદિરોનો એક ભાગ છે, જેમાં તંજાવુરનું બૃહદેશ્વર મંદિર અને ગંગાઈકોંડા ચોલપુરમનું ગંગાઈકોંડા ચોલેશ્વરમ મંદિર પણ શામેલ છે.
આ પણ વાંચો: શ્રાવણ માસમાં શિવપૂજનનું મહત્ત્વ: દેવાધિદેવ મહાદેવને જળ અભિષેકનો મહિમા
પગથિયાં પર પગ મૂકતાની સાથે મધુર સંગીતમય ધૂન ગુંજી ઉઠે છે
ઐરાવતેશ્વર મંદિરની સૌથી રોમાંચક વિશેષતા તેની સંગીતમય સીડીઓની છે. મંદિરના પ્રવેશદ્વાર પર બાંધવામાં આવેલા સાત પગથિયાં સાત સંગીતમય સૂરો "સા, રે, ગ, મા, પા, ધા, ની" નું પ્રતિનિધિત્વ કરે છે. આ પગથિયાં પર હળવો પગ મૂકતાની સાથે તેમાથી મધુર સંગીતમય ધૂન ગુંજી ઉઠે છે, જે 800 વર્ષ જૂની સ્થાપત્યના વિજ્ઞાનિક ચમત્કાર છે. આજે પણ વિજ્ઞાનિઓ રહસ્યને સંપૂર્ણપણે નથી શક્યા. મંદિરની દિવાલો અને છત પરની કોતરણી, રથ આકારનું મંડપ અને યમ, સપ્તમાતા, ગણેશ અને અન્ય વૈદિક-પૌરાણિક દેવતાઓની મૂર્તિઓ તેને કલાનો ઉત્તમ નમૂનો છે.