Astro

ત્રિગ્રહી યોગ એક્ટિવ, 17 ઓગસ્ટ સુધી 3 રાશિના જાતકો પર છપ્પરફાડ ધનવર્ષા થશે!

By GS Team
7 Aug 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 5 ઓગસ્ટથી કર્ક રાશિમાં સૂર્ય, ગુરુ અને બુધના સંયોગથી દુર્લભ 'ત્રિગ્રહી યોગ' સર્જાયો છે. આ યોગ 17 ઓગસ્ટ 2026 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન વૃષભ, કર્ક અને કન્યા રાશિના જાતકોને કારકિર્દીમાં પ્રમોશન, અટકેલા નાણાંની પ્રાપ્તિ અને ધંધામાં બમ્પર લાભ મળશે. અન્ય રાશિઓ પર પણ સકારાત્મક અસર જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ત્રિગ્રહી યોગ એક્ટિવ, 17 ઓગસ્ટ સુધી 3 રાશિના જાતકો પર છપ્પરફાડ ધનવર્ષા થશે!
AI Image

Triple Transit Brings Huge Fortune: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની યુતિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. દ્રિક પંચાંગ અનુસાર, 5 ઓગસ્ટના રોજ બુધ ગ્રહે કર્ક રાશિમાં ગોચર કર્યું હતું, જ્યાં સૂર્ય અને દેવગુરુ બૃહસ્પતિ અગાઉથી જ બિરાજમાન હતા. આ સાથે જ કર્ક રાશિમાં સૂર્ય, ઉચ્ચના ગુરુ અને બુધની યુતિથી એક અત્યંત દુલર્ભ અને શુભ 'ત્રિગ્રહી યોગ' સર્જાયો છે. તદુપરાંત, સૂર્ય અને બુધની હાજરીથી 'બુધાદિત્ય રાજયોગ' પણ આકાર પામ્યો છે. આ શક્તિશાળી યોગ 5 ઓગસ્ટથી સક્રિય થઈ ચૂક્યો છે અને 17 ઓગસ્ટ 2026 સુધી રહેશે. આ દરમિયાન મુખ્યત્ત્વે 3 રાશિના જાતકોને કરિયરમાં ઈચ્છિત પ્રમોશન, અટકેલા નાણાં પરત મળવા, નવા બિઝનેસ પ્રોજેક્ટ્સ અને આવકમાં બમ્પર વધારાના મજબૂત યોગ બની રહ્યા છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે આ યોગ સાહસ અને પરાક્રમમાં વધારો લાવશે. કાર્યક્ષેત્રમાં તમારા નિર્ણયોની પ્રશંસા થશે અને પ્રગતિની નવી તકો પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોત બનશે તથા લાંબા સમયથી અટકેલું ધન પરત મળવાની પ્રબળ શક્યતા છે. નાના ભાઈ-બહેનોનો પૂર્ણ સહયોગ મળશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા તથા માન-સન્માન વધશે.

કર્ક રાશિ

આ દુલર્ભ યોગ કર્ક રાશિ પ્રથમ ભાવમાં જ બની રહ્યો છે. આનાથી તમારા વ્યક્તિત્વમાં અદભુત નિખાર આવશે અને નિર્ણય લેવાની ક્ષમતા વધુ મજબૂત બનશે. નોકરીયાત વર્ગના લોકોને પ્રમોશન અથવા નવી મોટી જવાબદારી મળી શકે છે. વેપાર સાથે સંકળાયેલા લોકોને મોટો આર્થિક ફાયદો થવાની સંભાવના છે. કાર્યસ્થળ અને સમાજમાં તમારો પ્રભાવ વધશે તથા સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે.

કન્યા રાશિ

કન્યા રાશિના અગિયારમા (લાભ) ભાવમાં આ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે, જે ધન લાભના યોગ મજબૂત કરે છે. રોકાણથી સારો નફો/રિટર્ન મળી શકે છે. લાંબા સમયથી અટકેલી યોજનાઓ હવે ઝડપ પકડશે અને સફળતા અપાવશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાના યોગ છે, તેમજ સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે.

અન્ય રાશિઓ પર અસર

આ ત્રિગ્રહી યોગના શુભ પ્રભાવથી મેષ, તુલા અને ધનુ રાશિના જાતકોને પણ નોકરીમાં સકારાત્મક પરિવર્તન અને આર્થિક સ્થિરતા જોવા મળશે. જોકે, મકર અને કુંભ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન પોતાના બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવા અને નાણાકીય લેવડ-દેવડમાં વિશેષ સાવધાની વર્તવાની સલાહ આપવામાં આવે છે.