Get The App

આજે સૌથી મોટી અગિયારસ, ધન પ્રાપ્તિ માટે સંધ્યાકાળ પછી કરો આ ઉપાય

Updated: Jun 6th, 2025

GS TEAM

Google News
Google News
આજે સૌથી મોટી અગિયારસ, ધન પ્રાપ્તિ માટે સંધ્યાકાળ પછી કરો આ ઉપાય 1 - image

Nirjala Ekadashi 2025 : આજે નિર્જળા એકાદશી છે. જેને વર્ષની સૌથી મોટી અગિયારસ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે વ્રત ઉપવાસ કરવાથી વર્ષની 24 અગિયારસ જેટલું પૂણ્ય મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે નિર્જળા એકાદશીની દિવ્ય રાત્રિએ કેટલાક ખાસ ઉપાય કરવાથી આર્થિક ક્ષેત્રે ખૂબ મોટા લાભ થાય છે. આવો જાણીએ એવા જ કેટલાક ઉપાય વિશે જાણીએ.

આ પણ વાંચો: વાસ્તુ ટિપ્સ : આ 3 જગ્યાઓ પર ભૂલીને પણ પૈસા ન રાખતાં, નહીંતર માતા લક્ષ્મી થશે નારાજ!

1. નિર્જળા એકાદશીની રાત્રે અષ્ટલક્ષ્મીની પૂજા કરો. અષ્ટલક્ષ્મીને લાલ માળા ચડાવો અને સુખ - સંપત્તિ માટે પ્રાર્થના કરો. 

2. નિર્જળા એકાદશીની રાત્રે એક ગુલાબી રંગનું કપડું લઈ અને તેમા શ્રીયંત્ર અને અષ્ટલક્ષ્મીનો ફોટો સ્થાપિત કરો. પછી તેને તમારા વ્યાપાર અથવા કામ -ધંધાની જગ્યાએ સ્થાપિત કરી દો. વ્યાપારમાં આવી રહેલી અડચણો દૂર થઈ જશે અને પ્રગતિના દ્વારા ખૂલવા લાગશે. 

3. નિર્જળા એકાદશીની રાત્રે દક્ષિણામુખી શંખથી ભગવાન વિષ્ણુને જળાભિષેક કરો. આમ કરવાથી નાણાકીય સમસ્યાઓમાંથી હલ થશે. માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તેમની સાથે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જરુરી છે. નહીંતો દેવી લક્ષ્મીની પૂજાનું ફળ નહીં મળે. 

આ પણ વાંચો: ઘરની આ દિશામાં લગાવો લક્ષ્મી-કુબેરની તસવીર, ક્યારેય ધનની અછત નહીં વર્તાય!

4. નિર્જળા એકાદશીની રાત્રે  'ऐं ह्रीं श्रीं अष्टलक्ष्मीयै ह्रीं सिद्धये मम गृहे आगच्छागच्छ नम: स्वाहा' મંત્રનો 108 વાર જાપ કરો. ધન લાભ થશે.