Get The App

ઘરની આ દિશામાં લગાવો લક્ષ્મી-કુબેરની તસવીર, ક્યારેય ધનની અછત નહીં વર્તાય!

Updated: Jun 4th, 2025

GS TEAM

Google News
Google News
ઘરની આ દિશામાં લગાવો લક્ષ્મી-કુબેરની તસવીર, ક્યારેય ધનની અછત નહીં વર્તાય! 1 - image

Put Picture Of Lakshmi-Kuber In This Direction Of House: વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની દિશા, તેની રચના અને તેમાં રાખેલી વસ્તુઓની સીધી અસર આપણા જીવન પર પડે છે. એક તરફ જ્યાં સકારાત્મક ઉર્જાથી જીવનમાં ખુશી અને પ્રગતિ આવે છે, તો બીજી તરફ નકારાત્મક ઉર્જા આર્થિક સંકટ, બીમારી અને માનસિક તણાવનું કારણ બને છે. જો તમારા ઘરમાં સતત સમસ્યાઓ રહેતી હોય અથવા તમે જીવનમાં સફળતા મેળવી શકતા ન હોવ, તો વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને ઘરમાં ખુશી આવશે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી તસવીરો વિશે જણાવવામાં આવ્યું છે, જેને ઘરમાં લગાવીને તમે સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો.

ધન લાભ માટે માતા લક્ષ્મી અને કુબેરની તસવીર લગાવો

જો તમામ પ્રયાસો છતાં જીવનમાં આર્થિક સંકટ ચાલુ રહે, તો ઘરની ઉત્તર દિશામાં માતા લક્ષ્મી અને કુબેરની તસવીર લગાવવું શુભ માનવામાં આવે છે. ઉત્તર દિશાને ધન અને સમૃદ્ધિની દિશા માનવામાં આવે છે. આ દિશામાં આ દેવતાઓની તસવીર લગાવવાથી ઘરમાં ધનની પ્રાપ્તિ થવા લાગે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

સકારાત્મક ઉર્જા

વાસ્તુ પ્રમાણે ઘરમાં હસતા નાના બાળકોની તસવીર લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા બની રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ અને ખુશી બની રહે છે. 

આ પણ વાંચો: 2 દિવસ પછી વર્ષની સૌથી મોટી એકાદશી, આ દિવસે તુલસી સંબંધિત 5 ભૂલ કરતા બચશો

નદીઓ અને ઝરણાની તસવીરો

નદીઓ કે ઝરણા જેવા કુદરતી દ્રશ્યોની તસવીરો ઘરનું વાતાવરણ શાંત અને ઉર્જાથી ભરપૂર બનાવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવી તસવીરો ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં લગાવવા જોઈએ, જેથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જળવાઈ રહે.