Get The App

સાપ્તાહિક રાશિફળ: જૂન મહિનાનું પહેલું સપ્તાહ કઈ રાશિઓ માટે રહેશે પરિવર્તનકારી? જાણો તમારું ભવિષ્ય

Updated: Jun 2nd, 2025

GS TEAM

Google News
Google News
સાપ્તાહિક રાશિફળ: જૂન મહિનાનું પહેલું સપ્તાહ કઈ રાશિઓ માટે રહેશે પરિવર્તનકારી? જાણો તમારું ભવિષ્ય 1 - image

સાપ્તાહિક રાશિફળ: આજથી જૂન મહિનાનું પહેલું સપ્તાહ (2 જૂન થી 8 જૂન, 2025) શરૂ થઈ રહ્યું છે. આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે ચાલો સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે, મિથુન રાશિના જાતકોને અગત્યની વાતચીત થવાની સંભાવના છે. સિંહ રાશિના જાતકોએ કામકાજ અને વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે. આ સપ્તાહમાં તુલા રાશિ માટે પરિવર્તનનો યોગ છે, જ્યારે ધન રાશિના લોકોએ કોઈની સાથે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું અને શાંતિથી સમય પસાર કરવો. મીન રાશિના લોકોએ ધીરજ રાખવી હિતાવહ છે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, ચાલો નજર કરીએ આ સપ્તાહના સાપ્તાહિક રાશિફળ પર.

મેષ રાશિ:

ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. કોઈ આયોજન સંભવિત બની શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. તેમજ  મનોરંજન વૃત્તિ તરફ મન રહે.

આ પણ વાંચો: કરિયરમાં પ્રગતિ અને પરિવારમાં શાંતિ... શનિના કારણે 3 રાશિના જાતકોને થશે વિશેષ લાભ

વૃષભ રાશિ : 

કાર્યમાં સારો ઉત્સાહ જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. ફુરસદના સમયમાં ફરવા જવાનું, ખરીદી કરવાનું મન વધુ થાય. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.

મિથુન રાશિ : 

અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે, તેનો સંતોષ પણ જોવા મળે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. યોગ્ય આયોજન હશે તો કામકાજમાં સફળતા મળી શકે.

કર્ક રાશિ : 

હિતશત્રુ હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ખટપટથી દુર રહેવું, આરોગ્યની કાળજી રાખવી.

સિંહ રાશિ : 

કામકાજ અને વાર્તાલાપમા ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવા હિતાવહ છે.

કન્યા રાશિ : 

લોક કાર્ય વધુ રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે, જેની તમને ખુશી પણ જોવા મળે.

તુલા રાશિ : 

પરિવર્તનના યોગ છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે.

વૃશ્ચિક રાશિ : 

સહયોગની ભાવના વધુ જોવા મળે. પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધન થી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો. પસંદગીની ખરીદી પણ થઈ શકે.

ધન રાશિ :

તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.

આ પણ વાંચો: 42 દિવસ બાદ મીન રાશિમાં શનિ ચાલશે વક્રી ચાલ, આ રાશિના જાતકોની થશે ચાંદી જ ચાંદી

મકર રાશિ : 

કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે નવા પરિચય થાય.

કુંભ રાશિ :

કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું. અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બની શકે. થાકની અસર કામના અંતે વધુ દેખાય તેથી આરામવૃત્તિ સુઝે.

મીન રાશિ : 

સમયનો વ્યય થાય. ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ નાની મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ શકયતા છે, માટે તકેદારી રાખવી.