Get The App

અચાનક પલટી મારશે તુલા-મેષ સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય, શુક્ર અને શનિ બનાવી રહ્યા છે દુર્લભ યોગ

Updated: Jun 6th, 2025

GS TEAM


Google News
Google News
અચાનક પલટી મારશે તુલા-મેષ સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય, શુક્ર અને શનિ બનાવી રહ્યા છે દુર્લભ યોગ 1 - image


Venus and Saturn are forming a rare yoga: વૈદિક જ્યોતિષમાં શુક્ર અને શનિ ગ્રહનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. શુક્રને ધનનો કારક માનવામાં આવે છે અને શનિને ન્યાયનો દેવતા કહેવામાં આવે છે. આ બંને ગ્રહોની સ્થિતિમાં પરિવર્તન 12 રાશિઓને અસર કરે છે. જ્યોતિષીય ગણતરીઓ પ્રમાણે 7 જૂનથી શુક્ર અને શનિ એકબીજાથી માત્ર 30 ડિગ્રી પર સ્થિત પર રહીને એક ખાસ કોણીય યોગનું નિર્માણ કરી રહ્યા છે.

આ પણ વાંચો : આજે સૌથી મોટી અગિયારસ, ધન પ્રાપ્તિ માટે સંધ્યાકાળ પછી કરો આ ઉપાય

જ્યોતિષશાસ્ત્રમાં તેને શુક્ર અને શનિનો દ્વિવાદશ યોગ કહેવામાં આવે છે. આવો યોગ ત્યારે બને છે, જ્યારે એક ગ્રહ કુંડળીના બીજા ઘરમાં સ્થિત હોય છે અને બીજો ગ્રહ 12મા ઘરમાં સ્થિત હોય છે. આ યોગનું નિર્માણ કેટલીક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ત્યારે ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે.

મેષ રાશિ

આ યોગ મેષ રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. નાણાકીય સ્થિતિ માટે રોકાણ માટે સારી તક મળશે. નાણાકીય ક્ષેત્રે રોકાણ કરવાનો અત્યારે આ સારો સમય છે. વ્યક્તિની દરેક ઇચ્છાઓ પૂરી થશે. જીવનમાં સુખ અને શાંતિ વધશે. ધન સંપત્તિ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ લાભકારી રહેશે. અટકેલા કામ પૂર્ણ થશે. પારિવારિક સંબંધોમાં મજબૂતાઈ આવી શકે છે. આવકમાં વધારો થવાના સંકેતો છે.

તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી શુક્ર છે. એટલે આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે આ યોગ ખૂબ જ ફળદાયી સાબિત થઈ શકે છે. નાણાકીય સ્થિતિની સાથે માનસિક સંતુલન પણ સારું રહેશે. કારકિર્દી અને વ્યવસાયમાં લાભની ઘણી શક્યતાઓ છે. તમારી લવ લાઈફમાં મધુરતા આવશે.

આ પણ વાંચો : વાસ્તુ ટિપ્સ : આ 3 જગ્યાઓ પર ભૂલીને પણ પૈસા ન રાખતાં, નહીંતર માતા લક્ષ્મી થશે નારાજ!

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો માટે આ સમય શુભ રહેશે. જીવનમાં ખુશીઓ આવી શકે છે. તમને કરિયરમાં સફળતા મેળવી શકશો. વ્યાપારી વર્ગ માટે વ્યવસાયમાં નવા સોદા થવાની સંભાવના છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે.  ગુજરાત સમાચાર તેની પુષ્ટિ કરતુંં નથી.)

Tags :