Get The App

સપ્ટેમ્બરમાં જ સૂર્યગ્રહણ: સૂતક નહીં લાગે પરંતુ આ 5 રાશિના જાતકો પર થશે અસર

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
સપ્ટેમ્બરમાં જ સૂર્યગ્રહણ: સૂતક નહીં લાગે પરંતુ આ 5 રાશિના જાતકો પર થશે અસર 1 - image


Surya Grahan 2025 Rashi Effect: સપ્ટેમ્બરમાં 15 દિવસમાં 2 ગ્રહણ લાગી રહ્યા છે. 7 સપ્ટેમ્બરના રોજ શનિની રાશિ કુંભમાં ચંદ્રગ્રહણ લાગ્યું હતું. હવે 21 સપ્ટેમ્બરે કન્યા રાશિમાં સૂર્યગ્રહણ લાગી રહ્યુ છે. 21 સપ્ટેમ્બરનું સૂર્યગ્રહણ દરેક 12 રાશિઓ પર અસર કરશે,પરંતુ કેટલીક રાશિઓ પર તેની વધુ અસર પડશે. 

આ પણ વાંચો: પિતૃ પક્ષમાં ક્યારે કરવામાં આવે છે ત્રિપિંડી શ્રાદ્ધ; જાણો તેનું મહત્ત્વ, વિધિ અને નિયમો

ક્યારે થશે સૂર્યગ્રહણ 

21 સપ્ટેમ્બરના રોજ વર્ષ 2025નું બીજુ સૂર્યગ્રહણ સર્વપિતૃ અમાસના દિવસે થઈ રહ્યું છે. આ આંશિક સૂર્યગ્રહણ હશે, જે ભારતમાં 21 સપ્ટેમ્બરની રાત્રે 11 વાગ્યે શરુ થશે અને 22 સપ્ટેમ્બરની વહેલી સવારે 3.24 કલાકે મોક્ષ થશે. 

ભારતમાં જોવા મળશે આ સૂર્યગ્રહણ ?

21 સપ્ટેમ્બરે થનારુ આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે. જો કે, તેથી તેનો સૂતકકાળ માન્ય નહીં રહે. પરંતુ જ્યોતિષીના કહેવા પ્રમાણે આ સૂર્યગ્રહણની અસર દરેક રાશિઓ પર થઈ શકે છે. જેમાં કેટલીક રાશિઓને લાભ તો કેટલીક રાશિઓને નુકસાન થઈ શકે છે. 

ક્યા જોવા મળશે સૂર્યગ્રહણ

ભલે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહીં મળે, પરંતુ 2025નું આ સૂર્યગ્રહણ ન્યુઝીલેન્ડ, ફીજી, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગરમાં જોવા મળશે.

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 8 થી 14 સપ્ટેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

સૂર્યગ્રહણની રાશિઓ પર અસર

પિતૃ પક્ષના છેલ્લા દિવસ થઈ રહેલું આ સૂર્યગ્રહણ કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં થશે. જે દરેક 12 રાશિઓમાં તેની અસર જોવા મળશે. આ સૂર્ય ગ્રહણ મિથૂન રાશિ, કન્યા રાશિ અને મીન રાશિવાળા પર અશુભ અસર પાડી શકે છે. આ જાતકોના કરિયર, પર્સનલ લાઈફ, ધન- સંપત્તિ, સ્વાસ્થ્ય અને સંબંધો સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને કન્યા રાશિવાળાને સાવધાન રહેવાની જરુર છે, કારણ કે, સૂર્યગ્રહણ આ રાશિમાં થઈ રહ્યું છે. જેથી આ જાતકો કોઈની સાથે દલિલોમાં ઉતરવું નહીં તેમજ ક્યાંક રોકાણ ન કરવું.  

આ 2 રાશિઓ માટે શુભ

આ સૂર્યગ્રહણ વૃષભ અને તુલા રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. આ જાતકોને ધનલાભ થવાના અને કરિયરમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. 

Tags :