Get The App

સાપ્તાહિક રાશિફળ: 8 થી 14 સપ્ટેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
સાપ્તાહિક રાશિફળ: 8 થી 14 સપ્ટેમ્બર, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય કેવું રહેશે 1 - image


સપ્ટેમ્બર મહિનાનું બીજું સપ્તાહ એટલે કે 8 થી 14 સપ્ટેમ્બર, 2025  તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ તમારી રાશિ પર ખાસ અસર કરશે. આ સપ્તાહે મેષ રાશિના જાતકોએ ખટપટથી દૂર રહેવું હિતાવહ છે, જ્યારે વૃષભ રાશિને તેમના કાર્યમાં ભાગ્યનો સાથ મળશે અને સિંહ રાશિને કોઈ અણધાર્યો લાભ મળી શકે છે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ.

આ પણ વાંચો : 7 સપ્ટેમ્બરથી શ્રાદ્ધ પક્ષ: પિતૃદોષ દૂર કરવા જરૂર કરો આ ઉપાય

મેષ રાશિ : 

વ્યવહારુ અભિગમ અને થોડી ધીરજ શાંતિના ફળ સારા મળે. નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે. ખટપટથી દુર રહેવું. લાંબા અંતરની મુસાફરી પણ થઇ શકે. નાણાકીય લાભ પણ સંભવિત બને કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશી અનુભવો. 

વૃષભ રાશિ :   

કોઈ મુલાકાત કે પ્રસંગ દરમિયાન પરિચિતો સાથેના સંબંધમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું. વધુ વિચાર ન કરવા વ્યવહારુ બનવું. નવી કોઈ જાણકારી કે શીખવાનું બને. તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને. ભાઈ બહેન મિત્રો નો સાથ સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય

મિથુન રાશિ :

થોડી ધીરજ અને  શાંતિથી કામકાજમાં ધ્યાન આપવું. જુના અટકેલા કાર્યો થઈ શકે માટે પ્રયત્ન કરવો ઇચ્છનીય છે અચાનક કોઈ સારી લાભની વાત સાંભળવા મળી શકે, નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય મતભેદ સુધારવાની તક મળે ધીરેધીરે પોતાના કામકાજ માં સંતોષ પણ વધી શકે.

કર્ક રાશિ :  

તમારા કોઈપણ કામકાજમાં વધુ વિશ્વાસ ન રાખવો, જેથી કોઈ અવઢવ ઉભી ન થાય. તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય પણ ધીરજ અને સરળતા પણ રાખવી. મુસાફરીના યોગ છે, તેમાં ઉત્સાહ પણ વધે નવા પરિચય થાય પસંદગીની વસ્તુની ખરીદી પાછળ ખર્ચ પણ થાય. 

સિંહ રાશિ:   

યોગ્ય માર્ગદર્શનથી નોકરીમાં બદલી, બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને, તેમજ વ્યવસાય કરનારને પણ કોઈ પ્રગતિની વાત થાય સંબંધ પણ લાભકારી બનતા જણાય. અણધાર્યો કોઈ લાભ પણ મળે. જુના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે. આરોગ્ય સુખાકારી પણ વધે. કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય.

કન્યા રાશિ :

થોડી રાહતની લાગણી કામ પ્રત્યે જોવા મળે. સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે, યોગ્ય નિદાન થવાથી રાહત થાય. વિદ્યાભ્યાસ અંગે સારા યોગ બને. નવું શીખવાની ઈચ્છા જાગે. તમારી લાગણી સંતોષાય. જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે. યાત્રા કે જાત્રા, ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે. નસીબ સાથ આપતું જણાય.

તુલા રાશિ : 

થોડી ધીરજ રાખી આગળ વધવાની નીતિ લાભકરતા બને. ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે. જુના મતભેદ સુધારવાની તક મળે. જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે. નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તક મળી શકે. આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે.

વૃશ્ચિક રાશિ :

તમારા પ્રયત્ન મહેનત બાદ ફળીભૂત થાય. ભાઈ બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય, તેમના માટેના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને. આત્મબળ, હિમતમાં વધારો થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી રુચિ રહે. માન પ્રતિષ્ઠામાં વધારો આવી શકે નવા સંબંધનો વિકાસ થાય જેનો ઉત્સાહ પણ રહે.

ધન રાશિ : 

તમારા કાર્ય માટેનું આયોજન સારું થાય. ધન વૈભવમાં વધારો થાય તેવા યોગ જોવા મળે. વાણી પર પ્રભુત્વ વધે. જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે. નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે. કોઈ અણબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે.

મકર રાશિ :  

વિચાર અને કામકાજમાં ધીરજ અને શાંતિ રાખવી. મુસાફરીના યોગ બને છે યાત્રા કે જાત્રા થઈ શકે જેનો સંતોષ પણ મળે. આરોગ્યમાં કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે. આસપાસના વર્તુળોમાં જેમ કે પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને. જુના મતભેદ ભૂલવાની તક મળે.

કુંભ રાશિ :

યોગ્ય પ્રયત્ન કરવાથી જૂની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ છે. લાંબા અંતરની કોઈ યાત્રા કે જાત્રાનું આયોજન થઈ શકે. વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ પણ બને છે. આર્થિક, કૌટુંબિક બાબતે સારું સુખ મળે. અશાંત મન ધીરેધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય.

મીન રાશિ : 

કોઈપણ પ્રકારની મુલાકાતમાં સમય વધુ ફળવાય. નવા મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે. શારીરિક પીડા હોય તે ઓછી થાય જેથી રાહત અનુભવાય. તન મનમાં સ્ફૂર્તિ વધે, સાહસી વિચારો રહે. કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે. કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે.

Tags :