Get The App

સૂર્યગ્રહણ પર શનિ-સૂર્યનો સમસપ્તક યોગ, 3 રાશિના જાતકો 1 મહિના સુધી સાવચેત રહે

Updated: Sep 19th, 2025

GS TEAM

Google News
Google News
સૂર્યગ્રહણ પર શનિ-સૂર્યનો સમસપ્તક યોગ, 3 રાશિના જાતકો 1 મહિના સુધી સાવચેત રહે 1 - image

Surya Grahan 2025: આગામી 21 સપ્ટેમ્બર 2025, રવિવારના રોજ વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણ કન્યા રાશિમાં થશે. આગામી સૂર્યગ્રહણ ભારતમાં જોવા નહી મળે. જેથી કરીને તેનો સૂતકકાળ પણ માન્ય નહીં રહે. સૂર્યગ્રહણ દરમિયાન શનિ મીન રાશિમાં રહેશે અને કન્યા રાશિમાં બિરાજમાન સૂર્યની સાથે સમસપ્તક યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ વિશેષ યોગની અસર પર પડકાર રુપ જોવા મળશે. આવો જાણીએ કે કઈ રાશિઓને તેની નકારાત્મક અસર જોવા મળી શકે છે. 

આ પણ વાંચો: બે દિવસ બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોને ધન હાનિ થવાની શક્યતાઓ વધી!

વૃષભ રાશિ

આ સૂર્યગ્રહણ તમારા જીવન પર નકારાત્મક અસર પડી શકે છે. સંબંધોમાં તણાવ વધશે. જેથી કરીને તમારે દરેક પગલે સાવધાની રાખવાની જરૂર છે. પ્રેમ સંબંધોમાં અંતર કે છૂટાછેડા થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન આર્થિક રીતે સાવધાન રહેવાની જરુર છે. કોઈપણ ઉધાર/ લોન તેમજ લેવડ દેવડ કરવાનું ટાળવું. કોઈની વાતોમાં આવીનો કોઈ મોટું રોકાણ કરવાનું ટાળો. વૃષભ રાશિના લોકોએ સૂર્યગ્રહણના દિવસે ઘઉંનું દાન કરવું જોઈએ.

કન્યા રાશિ

વર્ષનું આ છેલ્લુ સૂર્યગ્રહણ તમારી રાશિમાં થઈ રહ્યું છે. તેથી, તમારે નાણાકીય નુકસાન અંગે સાવધ રહેવાની જરૂર છે. તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. બજેટ બનાવીને ચાલો. તમારે તમારા માતાપિતા સાથે સારા સંબંધ જાળવવાની સલાહ આપવામાં આવે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોએ હાલમાં ધીરજ રાખવી જોઈએ. ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય હાનિકારક બની શકે છે. સાથીકર્મિયો સાથે સંકલન જાળવો. ઉપાય માટે શિવ ચાલીસાનો પાઠ કરો.

આ પણ વાંચો: બુધ ગ્રહની ચાલ બદલાતા આ રાશિના જાતકોએ સાવચેત થઈ જવાની જરૂર!

મીન રાશિ

આ સૂર્યગ્રહણ તમારા સ્વાસ્થ્ય અને સંબંધો પર અસર કરી શકે છે. તમારા વૈવાહિક જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. તમારા જીવનસાથી સાથે મતભેદ વધી શકે છે. કારોબાર અંગે ચિંતા વધી શકે છે. વ્યવસાયોમાં નુકસાન થઈ શકે છે, અને કર્મચારીઓને કામનો બોજ વધી શકે છે. આળસ ટાળો. તેના ઉપાય તરીકે સૂર્યના મંત્રોનો જાપ કરો. સૂર્યગ્રહણ પછી ઘઉં, ગોળ, મસૂર અથવા તાંબાની વસ્તુઓનું દાન કરી શકો છો. 


Tags :