બુધ ગ્રહની ચાલ બદલાતા આ રાશિના જાતકોએ સાવચેત થઈ જવાની જરૂર!
Budh Gochar 2025: વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિ, વ્યવસાય, સંચાર અને બૌદ્ધિક ક્ષમતાનો કારક માનવામાં આવે છે. ભગવાન બુધને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. જ્યોતિષીઓના મતે 15 સપ્ટેમ્બરે બુધ ગ્રહ ગોચર કરીને સિંહ રાશિમાંથી નીકળીને કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ખાસ વાત એ છે કે, બુધ પોતે કન્યા રાશિનો સ્વામી છે, આવી સ્થિતિમાં આ ગોચરને વધુ પ્રભાવશાળી માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષીઓના મતે બુધનું આ ગોચર કેટલીક રાશિઓના જીવનમાં સમસ્યાઓ લાવશે. તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે.
મેષ રાશિ
બુધનું આ ગોચર મેષ રાશિના જાતકો માટે હાનિકારક સાબિત થઈ શકે છે. લગ્ન જીવનમાં ગેરસમજ વધી શકે છે. તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડશે. વાદ-વિવાદથી દૂર રહો. વ્યવસાયમાં સીનિયર લોકો સાથે દલીલોને કારણે નોકરી ગુમાવવાનું જોખમ રહેશે. બિનજરૂરી ખર્ચ વધી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોએ બુધના આ ગોચર દરમિયાન ખાસ સાવચેત રહેવાની જરૂર છે. ખર્ચમાં વધારો થશે. લગ્ન જીવનમાં તકરાર રહેશે. આર્થિક તંગી રહેશે.
આ પણ વાંચો: 'તમે મસાલો ભભરાવ્યો હતો...', ખેડૂતની બદનક્ષી મુદ્દે કંગના રણૌતને સુપ્રીમ કોર્ટની ફટકાર
મીન રાશિ
બુધનું ગોચર મીન રાશિના લોકો માટે અશુભ રહેશે. તમારું બજેટ બગડી શકે છે. અંગત સંબંધોમાં તણાવ આવી શકે છે. નાણાકીય બાબતો ખરાબ રહેશે. માન-સન્માન મેળવવામાં મુશ્કેલીઓ આવશે. આ સમય તમારા માટે પડકારોથી ભરેલો રહેશે. દેવું વધી શકે છે. વ્યવસાયમાં મોટું નુકસાન થઈ શકે છે.